Here you can find Who invented-discovered what on the specific month days!

Data is available in per date basis & in both languages English & ગુજરાતી

May Month

1st May 2020

Today’s temperature:-39℃

Sunrise:-6:10 am

Sunset:-7:07 pm

Length of the day:-12h 57m

Lawson Tait (1st May 1845):-

British surgeon who was the first to both diagnose and remove a diseased appendix (1880). Tait was the first to actually remove the appendix as part of the planned treatment. Nearly 150 years earlier, Claudius Amyand described a surgery in 1736 for a hernia in an 11-year-old boy during which his perforated appendix was found within the hernia sac. This first recorded removal of the appendix was not the subject of the operation but was only secondary to the hernia repair.

લોવ્શન ટેઈટ (૧ મે ૧૮૪૫):-

તેઓ બ્રિટિશ સર્જન હતાં, જેમણે પ્રથમ વખત એક રોગગ્રસ્તમાં એપેન્ડિક્સનું (1880) નિદાન કર્યું હતું અને તેને દૂર કર્યું હતું. ટેઈટ એ આયોજિત સારવાર દ્વારા એપેન્ડિક્સ દૂર કરનાર પ્રથમ વ્યક્તિ હતાં. લગભગ 150 વર્ષ પહેલાં, ક્લાઉડીયસ એમયેન્ડે 11 વર્ષના છોકરામાં હાર્નીયા માટેની શસ્ત્રક્રિયા કરી હતી, જે દરમિયાન તેને એપેન્ડિક્સ હાર્નીયાનાં કોથળીમાં મળી આવ્યું હતું. આ ઓપરેશન એપેન્ડિક્સનું ન હતું. પરંતુ હાર્નીયાનાં ઓપરેશનમાં તે માત્ર ગૌણ રીતે મળી આવ્યું હતું.

2nd May 2020

Today’s temperature:-39℃

Sunrise:-6:09 am      

Sunset:-7:08 pm

Length of the day:-12h 58m

Robert Wood (2nd May 1868):-

Robert Williams Wood was an American physicist who photographed the reflection of sound waves in air, and investigated the physiological effects of high-frequency sound waves. The zone plate he devised could replace the objective lens of a telescope. He invented an improved diffraction grating, did research in spectroscopy, and extended the technique of Raman spectroscopy (a method to study matter using the light scattered by it.) He made photographs showing both infrared and ultraviolet radiation and was the first to photograph ultraviolet fluorescence. Wood was the first to observe the phenomenon of field emission in which charged particles are emitted from conductors in an electric field.

રોબર્ટ વુડ (૨ મે ૧૮૬૮):-

રોબર્ટ વિલિયમ્સ વુડ એક અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતાં જેમણે હવામાં ધ્વનિ તરંગોનાં પ્રતિબિંબનો ફોટોગ્રાફ લીધો હતો, અને ઉચ્ચ-આવર્તનવાળા ધ્વનિ તરંગોનાં શરીર ઉપર પ્રભાવોની તપાસ કરી હતી.  તેણે બનાવેલ ઝોન પ્લેટ ટેલિસ્કોપનાં લેન્સનાં સ્થાને ઉપયોગમાં લઈ શકાય છે. તેમણે વધુ સારા ડિફરેક્શન ગ્રેટિંગની શોધ કરી હતી, સ્પેક્ટ્રોસ્કોપીમાં સંશોધન કર્યું હતું, અને રામન સ્પેક્ટ્રોસ્કોપીની ટેકનીક વધુ વિકસાવી હતી (પદાર્થમાંથી નીકળતા છૂટાછવાયા પ્રકાશનો ઉપયોગ કરીને પદાર્થનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ.) તેણે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ બંને દર્શાવતા ફોટોગ્રાફ્સ બનાવ્યા અને અલ્ટ્રાવાયોલેટ ફ્લોરોસન્સ ફોટોગ્રાફ લેનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. વુડ એ સૌ પ્રથમ ક્ષેત્રમાં ઉત્સર્જનની ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં વાહકમાંથી વિજભારીત કણો ઉત્સર્જન પામે છે.

3rd May 2020

Today’s temperature:-39℃

Sunrise:-6:09 am      

Sunset:-7:09 pm

Length of the day:-12h 59m

John Scott Haldane (3rd May 1860):-

Scottish physiologist and philosopher of science whose extensive work on human respiration included the effects of pulmonary diseases and the physiology of the blood. Early in his career he studied the air in sewers for microorganisms, which he found rather limited. Haldane was known for experimentation on himself to find the amount of carbon dioxide in the blood was a stimulus for the respiratory centre of the brain. He reported on investigations of the effects of carbon monoxide from mine fires and explosions (1896). He also devised a decompression apparatus. He invented a gas mask used in WW I.

જ્હોન સ્કોટ હાલ્ડેન (૩ મે ૧૮૬૦):-

તેઓ સ્કોટિશ ફિઝિયોલોજિસ્ટ અને વિજ્ઞાનનાં ફિલોસોફર હતાં જેમણે માનવ શ્વસન ઉપર વિસ્તૃત કાર્યમાં શ્વસનને લગતાં રોગોની અસરો અને લોહીની ફિઝિયોલોજીનો અભ્યાસ કર્યો હતો. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે ગટરોમાં રહેતા સુક્ષ્મસજીવો માટે ત્યાંની હવાનો અભ્યાસ કર્યો હતો , જે ત્યાં આગળ મર્યાદિત છે તેવું તેમણે જણાવ્યું.  રક્તમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ મગજનાં શ્વસન કેન્દ્રને કઈ રીતે ઉત્તેજીત કરે છે તે શોધવા માટે હાલ્ડને પોતાના ઉપર કરેલા પ્રયોગ માટે તેઓ પ્રખ્યાત હતાં. તેમણે ખાણમાં લાગતી આગ અને વિસ્ફોટો (1896) માંથી ઉતપન્ન થતાં કાર્બન મોનોક્સાઇડની અસરો ઉપર અહેવાલ આપ્યો હતો. તેમણે એક વિઘટનમાં ઉપયોગી ઉપકરણ પણ બનાવ્યું હતું.  તેમણે વિશ્વયુદ્ધ-૧ માં વાપરવામાં આવેલા ગેસ માસ્કની શોધ પણ કરી હતી.

4th May 2020

Today’s temperature:-37℃

Sunrise:-6:08 am      

Sunset:-7:09 pm

Length of the day:-13h 0m

Frank Conrad (4th May 1874):-

American electrical engineer whose interest in radiotelephony led to the establishment of the first commercial radio station. Conrad worked for Westinghouse as assistant chief engineer at its East Pittsburgh Works and acquired over 200 patents in his lifetime. As an amateur, having built a transmitting station on the second floor of the garage behind his home in Wilkinsburg, when he substituted a phonograph for his microphone, he discovered a large audience of listeners who had built their own crystal radio sets and who, upon hearing the music, wrote or phoned requests for more music and news. When he became swamped with these requests, he decided to broadcast regular, scheduled programs to satisfy his listeners. He coined the term "broadcast."

ફ્રેન્ક કોનરાડ  (૪ મે ૧૮૭૪):-

તેઓ અમેરિકન ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતાં કે જેમને રેડિયોટેલિફોનીમાં રસ હતો જે તેમને પ્રથમ વ્યાવસાયિક રેડિયો સ્ટેશનની સ્થાપના તરફ દોરી ગયું.  કોનરાડે તેના પૂર્વ પિટ્સબર્ગ વર્ક્સમાં સહાયક ચીફ એન્જીનીયર તરીકે વેસ્ટિંગહાઉસ માટે કામ કર્યું હતું અને તેમના જીવનકાળમાં 200 થી વધુ પેટન્ટ મેળવ્યા હતાં. કલાપ્રેમી તરીકે, વિલ્કિન્સબર્ગમાં તેના ઘરની પાછળ ગેરેજનાં બીજા માળે ટ્રાન્સમિટિંગ સ્ટેશન બનાવ્યું, જ્યારે તેમણે માઇક્રોફોન માટે ફોનોગ્રાફનો ઉપયોગ કર્યો, ત્યારે તેમને મોટી સંખ્યામાં શ્રોતાઓ મળ્યા, જેમણે પોતાના ક્રિસ્ટલ રેડિયો સેટ બનાવ્યા અને  જેમણે, તેમાં સંગીત સાંભળ્યા પછી, વધુ સંગીત અને સમાચાર માટે વિનંતીઓ લખી કે ફોન કરી તેમને જણાવ્યું. જ્યારે તેમને આ વિનંતીઓ ખૂબ વધવા લાગી, ત્યારે તેમણે તેમના શ્રોતાઓને સંતોષ આપવા માટે નિયમિત, સુનિશ્ચિત કાર્યક્રમોનું પ્રસારણ કરવાનું નક્કી કર્યું.  તેમણે શબ્દ "પ્રસારણ" આપ્યો હતો.

5th May 2020

Today’s temperature:-38℃

Sunrise:-6:08 am      

Sunset:-7:09 pm

Length of the day:-13h 1m

Arthur Leonard Schawlow (5th May 1921):-

Arthur Leonard Schawlow was an American physicist who shared (with independent researchers  Nicolaas Bloembergen and Kai Siegbahn) the 1981 Nobel Prize for Physics for his work in developing the laser and in laser spectroscopy. With Theodor Hänsch, Schawlow used tunable dye lasers for high resolution spectroscopy. In his early career, Schawlow collaborated with Charles Townes in research of maser principles. Although he did not share in the 1964 Nobel Prize in Physics, which was awarded to Townes and two Russian scientists for their maser and laser research, Schawlow is still thought of as a co-inventor of the laser.

આર્થર લિયોનાર્ડ સ્કોવ્લો (૫ મે ૧૯૨૧):-

આર્થર લિયોનાર્ડ સ્કોવ્લો એક અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતાં, જેમણે લેસર વિકસિત કરવા માટે અને લેસર સ્પેક્ટ્રોસ્કોપીમાં તેમના કામ માટે 1981માં ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પુરસ્કાર(સ્વતંત્ર સંશોધકો નિકોલસ બ્લેમબર્ગન અને કાઇ સીગબહ્ન સાથે) શેર કર્યું હતું.  થિયોડર હંચ સાથે, સ્કોવ્લોએ ઉચ્ચ રીઝોલ્યુશન સ્પેક્ટ્રોસ્કોપી માટે ટ્યુનેબલ ડાય લેસરનો ઉપયોગ કર્યો. તેની શરૂઆતની કારકીર્દિમાં, સ્કોવ્લોએ મેઝર સિદ્ધાંતોનાં સંશોધન માટે ચાર્લ્સ ટાઉન્સ સાથે કાર્ય કર્યું હતું. પરંતુ તેમને ભૌતિકશાસ્ત્રનું 1964માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું ન હતું, જે ટાઉન્સ અને બે રશિયન વૈજ્ઞાનિકોને તેમના મેઝર અને લેસરનાં સંશોધન માટે આપવામાં આવ્યું હતું, સ્કોવ્લોને હજી પણ લેસરનાં સહ-સંશોધક તરીકે માનવામાં આવે છે.

6th May 2020

Today’s temperature:-32℃

Sunrise:-6:07 am      

Sunset:-7:09 pm

Length of the day:-13h 2m

Robert Henry Dicke (6 May 1916):-

American physicist who worked in such wide-ranging fields as microwave physics, cosmology, and relativity. As an inspired theorist and a successful experimentalist. He also made a number of significant contributions to radar technology and to the field of atomic physics. His visualization of an oscillating universe stimulated the discovery of the cosmic microwave background, the most direct evidence that our universe really did expand from a dense state. A key instrument in measurements of this fossil of the Big Bang is the microwave radiometer he invented. His patents ranged from clothes dryers to lasers.

રોબર્ટ હેનરી ડિકા (૬ મે ૧૯૧૬):-

તેઓ અમેરિકન ભૌતિકશાસ્ત્રી જેમણે માઈક્રોવેવ ભૌતિકશાસ્ત્ર, કોસ્મોલોજી અને સાપેક્ષતા જેવા ક્ષેત્રોમાં વ્યાપક કામ કર્યું હતું. એક પ્રેરિત સિદ્ધાંતવાદી અને સફળ પ્રયોગશાસ્ત્રી હતાં. તેમણે રડાર ટેક્નોલોજીમાં અને અણુ ભૌતિકશાસ્ત્રનાં ક્ષેત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમની ઓસિલેટીંગ(ફરતાં) બ્રહ્માંડનાં વિઝ્યુલાઇઝેશન(કલ્પના)થી કોસ્મિક માઇક્રોવેવની શોધ ઉત્તેજીત થઈ હતી, જેનો સૌથી સીધો પુરાવો છે કે આપણું બ્રહ્માંડ ખરેખર ગાઢ અવસ્થામાંથી વિસ્ફોટનાં કારણે વિસ્તૃત થયું છે.  બિગ બેંગ થિયરી (બ્રહ્માંડનાં સર્જનની થિયરી)નાં આ અવશેષનાં માપન માટેનું મુખ્ય સાધન માઇક્રોવેવ રેડિયોમીટર છે જેની તેમણે શોધ કરી હતી. તેમના નામે કપડા સુકવવા માટેનાં ડ્રાયરથી લઈને લેસર સુધીની પેટન્ટ્સ છે .

7th May 2020

Today’s temperature:-34℃
Sunrise:-6:06 am
Sunset:-7:10 pm
Length of the day:-13h 03m
Oskar Miller (7th May 1855):-
Oskar von Miller was a German electrical engineer and founder of the Deutsches Museum, a large museum of technology and science. He built the first power station in Germany in 1884 in Munich. He fostered the electric-power industry in Germany. He made fundamental initial experiments on long-distance energy transmission such as (in 1882) over 57 km from Miesbach to Munich with 1400 volts direct current. In 1891, he organized a 20,000-volt power transmission line over 175 km from Lauffen to Frankfurt, an important advance in the transmission of alternating current(AC). From 1918-24, he was project manager building the power station on Lake Walchen, at that time the largest hydroelectric power station in the world. With an average of 300 million kWh a year, the Lake Walchen power plant is still one of Germany's largest peak load power stations.
ઓસ્કાર મિલર (7 મે 1855):-
ઓસ્કાર વોન મિલર જર્મન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વિશાળ સંગ્રહાલય, મ્યુઝિયમનાં સ્થાપક હતાં. આ મ્યુઝિયમ મ્યુનિકમાં આવેલું છે. તેમણે 1884 માં મ્યુનિકમાં જર્મનીનાં પ્રથમ પાવર સ્ટેશન બનાવ્યું. તેમણે જર્મનીમાં ઇલેક્ટ્રિક-પાવર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે લાંબા અંતરના ઉર્જા પ્રસારણ પરના મૂળભૂત પ્રયોગો કર્યા જેમ કે (1882 માં) 1400 વોલ્ટ ડાયરેક્ટ કરંટ 57 કિ.મી. મીઝબેકથી મ્યુનિક સુધી પહોંચાડ્યો હતો, 1891માં, તેમણે 20,000-વોલ્ટની પાવર ટ્રાન્સમિશન લાઈન લોફનથી ફ્રેન્કફર્ટ સુધી 175 કિલોમીટર સુધી ગોઠવી, જે અલ્ટરનેટીંગ પ્રવાહનાં(AC) ટ્રાન્સમિશનમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. 1918-24 દરમિયાન, તેમને વાલ્ચેન તળાવ ઉપર પાવર સ્ટેશન બનાવવાનો પ્રોજેક્ટ મેનેજ કર્યો હતો, તે સમયે તે વિશ્વનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન હતું. એક વર્ષમાં સરેરાશ 300 મિલિયન કિલોવોટ/કલાક(kWh) ઉર્જા સાથે, વાલ્ચેન તળાવ ઉપરનો પાવર પ્લાન્ટ હજી પણ જર્મનીનું સૌથી વધુ ઉર્જા આપતું પાવર સ્ટેશન છે.

8th May 2020

Today’s temperature:-36℃
Sunrise:-6:06 am
Sunset:-7:10 pm
Length of the day:-13h 04m

Famous Day:- World red cross day

World Red Cross Red Crescent Day is celebrated on 8 May each year. This date is the anniversary of the birth of Henry Dunant, who was born on 8 May 1828. He was the founder of International Committee of the Red Cross (ICRC) and the recipient of the first Nobel Peace Prize. World Red Cross Day is an international day that is dedicated to alleviating human suffering, upholding human dignity, protecting life, and preventing emergencies and natural disasters such as flood, epidemics, and earthquakes.

વિશ્વ રેડ ક્રોસ દિવસ

વર્લ્ડ રેડ ક્રોસ રેડ ક્રેસન્ટ ડે દર વર્ષે 8 મે ના રોજ ઉજવવામાં આવે છે.  આ તારીખ હેનરી ડ્યુનેન્ટની જન્મ જયંતિની છે, જેમનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો. તે રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ (આઈસીઆરસી) ના સ્થાપક અને પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ હતાં. વર્લ્ડ રેડ ક્રોસ ડે એક આંતરરાષ્ટ્રીય દિવસ છે જે માનવ દુઃખ દૂર કરવા, માનવ માન-સન્માન, જીવનનું રક્ષણ, અને પૂર, રોગચાળા અને ભૂકંપ જેવી કટોકટીઓ અને કુદરતી આફતોને રોકવા માટે સમર્પિત છે.

Famous Day:- World Thalassaemia day

A blood disorder involving lower-than-normal amounts of an oxygen-carrying protein. Thalassemia is an inherited blood disorder characterised by less oxygen-carrying protein (haemoglobin) and fewer red blood cells in the body than normal.

વિશ્વ થેલેસેમિયા દિવસ

રુધિરમાં ઓક્સિજનનું વહન કરતાં પ્રોટીનની સામાન્ય માત્રા કરતા ઓછી માત્રાનાં કારણે જોવા મળતો લોહીનો વિકાર. થેલેસેમિયા એ વારસાગત લોહીનો વિકાર છે જે લાક્ષણિક રીતે ઓક્સિજન વહન કરતાં પ્રોટીન (હિમોગ્લોબિન)ની ઓછી માત્રા અને શરીરમાં ઓછા લાલ રક્ત કોષનાં કારણે જોવા મળે છે.

Emil Christian Hansen (8th May 1842):-
Danish botanist who revolutionised beer-making through development of new ways to culture yeast. In 1876, he received a gold medal for an essay on fungi. In In 1883, he successfully developed a cultivated yeast that revolutionized beer-making around the world. He also proved there are different species of yeast. Yeast is performing anaerobic respiration. Anaerobic respiration is the respiration which occurs in the absence of oxygen. It is carried out by yeast and some bacteria. In this, glucose breaks down into pyruvates in absence of oxygen. Glucose breaks down into ethanol, carbon dioxide and gives two molecules of ATP. This process is also known as fermentation. By the process of fermentation we can get beer from yeast. In fermentation process, yeast converts the glucose in the wort to ethyl alcohol and carbon dioxide gas which is giving the beer both its alcohol content and its carbonation.
એમિલ ક્રિશ્ચિયન હેન્સન (૮ મે ૧૮૪૨):-
તેઓ ડેનિશ વનસ્પતિશાસ્ત્રી હતાં જેમણે યીસ્ટમાંથી નવી રીતનાં વિકાસ દ્વારા બિયર બનાવવાની પદ્ધતિ વિકસાવી હતી. 1876 માં, તેમણે ફૂગ પરનાં નિબંધ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 1883 માં, તેણે સફળતાપૂર્વક યીસ્ટનો વિકાસ કર્યો કે જેણે વિશ્વભરમાં બિયર બનાવવાની ક્રાંતિ લાવી. તેમણે યીસ્ટ ફૂગની વિવિધ પ્રજાતિઓ છે તે પણ સાબિત કર્યું. યીસ્ટમાં અજારક શ્વસન જોવા મળે છે. અજારક શ્વસન એ એવું શ્વસન છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તે યીસ્ટ અને કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે છે. આ શ્વસનમાં , ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ તૂટી પાયરૂવેટમાં ફેરવાય છે. ગ્લુકોઝ ઈથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે અને ATPનાં (ઉર્જાનાં) બે અણુ આપે છે. આ પ્રક્રિયાને આથવણની પ્રક્રિયા પણ કહેવાય છે. આથવણની પ્રક્રિયા દ્વારા યીસ્ટમાંથી બિયર બને છે. આ પ્રક્રિયામાં યીસ્ટ ગ્લુકોઝને ઈથાઈલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં ફેરવે છે - જે બિયરને તેનો આલ્કોહોલીક સ્વભાવ અને કાર્બોનેશન બંને આપે છે.

9th May 2020

Today’s temperature:-34℃
Sunrise:-6:05 am
Sunset:-7:11 pm
Length of the day:-13h 05m
John Adam Presper Eckert (9th May 1919):-
American engineer and inventor of the first general-purpose electronic computer, a digital machine that was the prototype for most computers in use today. In 1946, Eckert with John W. Mauchly fulfilled a government contract to build a digital computer to be used by the U.S. Army for military calculations. They named it ENIAC for Electronic Numerical Integrator and Computer. By 1949, they had started a manufacturing company for their BINAC computer. This was followed by a business oriented computer, UNIVAC (1951), which was put to many uses and spurred the growth of the computer industry. By 1966 Eckert held 85 patents, mostly for electronic inventions.
જ્હોન એડમ પ્રેસ્પર એકર્ટ (9 મે 1919): -
અમેરિકન એન્જિનિયર અને પ્રથમ સામાન્ય હેતુવાળા ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટરનાં શોધક, એક એવું ડિજિટલ મશીન જે આજે ઉપયોગમાં લેવાતા મોટાભાગના કમ્પ્યુટરનો પ્રોટોટાઈપ હતો. 1946માં, જ્હોન મૌચલી સાથે એકર્ટે યુ.એસ. આર્મી દ્વારા લશ્કરી ગણતરી માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ કમ્પ્યુટર બનાવવાનો સરકારનો કરાર પૂરો કર્યો. તેઓએ તેનું નામ ઈલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઈન્ટિગ્રેટર અને કમ્પ્યુટર ENIAC રાખ્યું. 1949 સુધીમાં, તેઓએ તેમના BINAC કમ્પ્યુટરનાં ઉત્પાદન માટે કંપની શરૂ કરી હતી. ત્યાર પછી વ્યવસાયલક્ષી કમ્પ્યુટર, UNIVAC (1951), જેનો ઘણા બધા ઉપયોગમાં લેવામાં આવતું હતું અને કમ્પ્યુટર ઉદ્યોગનાં વિકાસ માટે જવાબદાર છે. 1966 સુધીમાં, એકર્ટે 85 પેટન્ટ્સ પોતાના નામે કર્યા, મોટાભાગનાં પેટન્ટ ઈલેક્ટ્રોનિક શોધ માટે તેમને આપવામાં આવ્યા હતાં.

10th May 2020

Today’s temperature:-38℃
Sunrise:-6:05 am
Sunset:-7:11 pm
Length of the day:-13h 06m
Cecilia Payne (10th May 1900):-
Cecilia Helena Payne was an English-American astronomer who was the first to apply laws of atomic physics to the study of the temperature and density of stellar bodies, and the first to conclude that hydrogen and helium are the two most common elements in the universe. During the 1920s, the accepted explanation of the Sun's composition was a calculation of around 65% iron and 35% hydrogen. At Harvard University, in her doctoral thesis (1925), Payne claimed that the sun's spectrum was consistent with another solution: 99% hydrogen with helium, and just 1% iron. She had difficulty persuading her superiors to take her work seriously.
સેસિલિયા પેન (૧૦ મે ૧૯૦૦):-
સેસિલિયા હેલેના પેન એક અંગ્રેજી-અમેરિકન ખગોળશાસ્ત્રી હતાં, જેમણે તારાઓનાં તાપમાન અને ઘનતાનાં અભ્યાસ માટે અણુ ભૌતિકશાસ્ત્રનાં નિયમો લાગુ કર્યા હતા, અને પ્રથમ વ્યક્તિ હતાં જેમણે જણાવ્યું કે હાઇડ્રોજન અને હિલીયમ એ બે બ્રહ્માંડનાં સામાન્ય તત્વો છે. તેમણે એ પણ જણાવ્યું કે તારાઓ મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમના બનેલા હતા. 1920નાં દાયકા દરમિયાન, સૂર્યની રચનાની લગભગ 65% આયર્ન અને 35% હાઇડ્રોજનથી થયેલી છે તેવું માનવામાં આવતું હતું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં, તેમના ડોક્ટરલ થિસિસ (1925) માં, પેને દાવો કર્યો હતો કે સૂર્યનું સ્પેક્ટ્રમમાં હેલિયમ અને હાઇડ્રોજન 99%અને માત્ર 1% આયર્ન હોય છે. તેમને તેના કાર્યની ગંભીરતા તેના ઉપરી અધિકારીઓને સમજાવવા માટે મુશ્કેલી હતી.

11th May 2020

Today’s temperature:-31℃

Sunrise:-6:04 am     

Sunset:-7:12 pm

Length of the day:-13h 07m

Famous day:- National Technology day

This day marks the anniversary of Pokhran nuclear tests of 1998 and India's technological advancements in space.

રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ

આ દિવસ 1998માં કરવામાં આવેલા પોખરણ ન્યુક્લિયર પરીક્ષણની વર્ષગાંઠ તરીકે અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ માટે ઉજવવામાં આવે છે.
Robert Jarvik (11th May 1946):-

Robert Koffler Jarvik is an American surgeon and inventor who invented the Jarvik-7, the first artificial heart used as a permanent implant in a human. On 2 Dec 1982, terminally ill cardiac patient Barney Clark, was the first to have his heart replaced with a Jarvik-7. The aluminum and plastic device replaced the two lower chambers (ventricles) of his natural heart. Two rubber diaphragms acted to pump blood. Oxygenation occurred naturally in the patient's lungs. After 112 days, Clark died from physical complications caused by the implant. Several more patients had no better results. The Jarvik-7 problems remained unsolved and its permanent use was abandone.
રોબર્ટ જાર્વિક (૧૧ મે ૧૯૪૬):-
રોબર્ટ કોફલર જાર્વિક એ અમેરિકન સર્જન અને શોધક છે, જેમણે જાર્વિક -7 ની શોધ કરી, જે પ્રથમ કૃત્રિમ હૃદય છે, જેનો માનવમાં હૃદયને બદલીને તેના સ્થાને કાયમી હૃદય તરીકે ઉપયોગ થાય છે. 2 ડિસેમ્બર 1982ના રોજ સૌપ્રથમ હૃદયરોગનાં દર્દી બાર્ને ક્લાર્કનાં હૃદયનાં સ્થાને જાર્વિક -7નો ઉપયોગ કૃત્રિમ હૃદય તરીકે કરવામાં આવ્યો હતો. કુદરતી હૃદયનાં નીચેનાં બે ખંડ(ક્ષેપક)ને એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકનાં બનેલા ડિવાઈસ (યંત્ર) દ્વારા બદલવામાં આવ્યા. બે રબરની બનેલી રચના લોહીને પમ્પ કરવા માટે કામ કરે છે. દર્દીનાં ફેફસાંમાં પ્રાકૃતિક રીતે ઓક્સિજીનેશન (ઓક્સિજન લેવાની ક્રિયા) થાય છે. 112 દિવસ પછી, ક્લાર્ક કૃત્રિમ હૃદયની બદલવાની ક્રિયાનાં કારણે થતી શારીરિક મુશ્કેલીઓથી મૃત્યુ પામ્યો. અન્ય કેટલાક દર્દીઓનાં પણ સારા પરિણામ આવ્યા નથી. જાર્વિક -7નાં ઉપયોગમાં આવતી સમસ્યાઓ ઉકેલી શકતી નથી તેથી તેનો કાયમી હૃદયનાં સ્થાને ઉપયોગ કરવામાં આવતો નથી.

12th May 2020

Today’s temperature:-32℃
Sunrise:-6:04 am
Sunset:-7:12 pm
Length of the day:-13h 08m
Dorothy Hodgkin (12th May 1910):-

She was a British chemist who advanced the technique of X-ray crystallography to determine the structure of biomolecules, which became an essential tool in structural biology. Among her most influential discoveries are the confirmation of the structure of penicillin as previously surmised by Edward Abraham and Ernst Boris Chain; and the structure of vitamin B12, for which in 1964 she became the third woman to win the Nobel Prize in Chemistry. Hodgkin also elucidated the structure of insulin in 1969 after 35 years of work. In 1945, working with C.H. (Harry) Carlisle, she published the first such structure of a steroid. Hodgkin won the 1964 Nobel Prize in Chemistry, and is the only British woman scientist to have been awarded a Nobel Prize in any of the three sciences it recognises.
ડોરોથી હોજકિન (૧૨ મે ૧૯૧૦): -

Structure of Penicillin

તેઓ બ્રિટીશ રસાયણશાસ્ત્રી હતાં જેમણે બાયોમોલેક્યુલ્સની રચના નક્કી કરવા માટે એક્સ-રે સ્ફટિકીકરણની (ક્રિસ્ટેલોગ્રાફીની) ટેકનીક આગળ વધારી, જે માળખાકીય (રચનાકીય) જીવવિજ્ઞાનનું આવશ્યક સાધન બની ગયું. પેનિસિલિનની રચના નિશ્ચિત કરવીએ તેમની સૌથી શ્રેષ્ઠ શોધો પૈકીની એક છે કે જેના માટે અગાઉ એડવર્ડ અબ્રાહમ અને અર્ન્સ્ટ બોરિસ ચેનએ દાવો કર્યો હતો, અને વિટામિન B12 ની રચના, જેના માટે તે 1964 માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનારી ત્રીજી મહિલા બની. હોજકિને 35 વર્ષ કામ કર્યા પછી 1969 માં ઈન્સ્યુલિનની રચના પણ સ્પષ્ટ કરી. 1945 માં, સી.એચ. (હેરી) કારેલાઈલ સાથે કામ કરતી વખતે, તેમણે સ્ટીરોઈડની રચનાનું પ્રથમ પ્રકાશન કર્યું હતું. હોજકિને રસાયણશાસ્ત્રમાં 1964 નો નોબેલ પુરસ્કાર મેળવ્યો, અને આ પુરસ્કાર મેળવનાર ત્રણ મહિલા પૈકી તેઓ એકમાત્ર બ્રિટીશ મહિલા વૈજ્ઞાનિક છે જેને નોબેલ પુરસ્કાર મળ્યો છે.

 

13th May 2020

Today’s temperature:-35℃
Sunrise:-6:03 am
Sunset:-7:12 pm
Length of the day:-13h 09m
Ronald Ross (13th May 1857):-
British medical doctor who received the Nobel Prize for Physiology or Medicine in 1902 for his work on the transmission of malaria, becoming the first British Nobel laureate, and the first born outside Europe. His discovery of the malarial parasite in the gastrointestinal tract of a mosquito in 1897 proved that malaria was transmitted by mosquitoes, and laid the foundation for the method of combating the disease. Ronald Ross was awarded the 1902 Nobel Prize for Physiology or Medicine for his discovery of the life cycle of malarial parasite in birds. He did not build his concept of malarial transmission in humans, but in birds.
રોનાલ્ડ રોસ (૧૩ મે ૧૮૫૭):-
બ્રિટિશ મેડિકલ ડોકટર કે જેમણે 1902 માં મેલેરિયાના ફેલાવા ઉપરનાં તેમના કામ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પારિતોષિક મેળવ્યું, તે પ્રથમ બ્રિટીશ નોબેલ પુરસ્કાર વિજેતા બન્યા હતાં, અને યુરોપની બહાર તેનો જન્મ થયો. 1897 માં એનેફિલિસ મચ્છરનાં જઠરાંત્રિય માર્ગમાં (આંતરડામાં) મેલેરીયલ પરોપજીવીની તેની શોધ એ સાબિત કરી કે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે, અને રોગ સામે લડવાની પદ્ધતિનો વિકસાવી હતી. રોનાલ્ડ રોસને પક્ષીઓમાં મેલેરીયલ પરોપજીવીની જીવનચક્રની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે 1902 નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મેલેરિયાનો ફેલાવો મનુષ્યમાં કઈ રીતે થાય છે તે વિશે વાત ન કરી હતી પરંતુ પક્ષીઓમાં કઈ રીતે ફેલાય છે તે અંગે વાત કરી હતી.

14th May 2020

Today’s temperature:-32℃
Sunrise:-6:03 am
Sunset:-7:13 pm
Length of the day:-13h 10m
Pranav Mistry (14th May 1981):-
Pranav Mistry is a computer scientist and inventor. He is the President and CEO of Samsung STAR Labs since October 2019. He is best known for his work on SixthSense, Samsung Galaxy Gear and Project Beyond. SixthSense is a gesture-based wearable computer system developed by Pranav Mistry, in 2009, it is both hardware and software for both headworn and neckworn versions of it. SixthSense is a name for extra information supplied by a wearable computer. The Samsung Galaxy Gear is a smartwatch. He has also invented Mouseless – an invisible computer mouse, Blinkbot - a gaze and blink controlled robot; a pen that can draw in 3D. Sparsh – a novel way to copy-paste data between digital devices.
પ્રણવ મિસ્ત્રી (૧૪ મે ૧૯૮૧):-
પ્રણવ મિસ્ત્રી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને શોધક છે. તેઓ ઓક્ટોબર 2019 થી સેમસંગ STAR લેબનાં પ્રમુખ અને CEO છે. તેઓ સિક્સ્થ સેન્સ, સેમસંગ ગેલેક્સી ગિયર અને પ્રોજેક્ટ બિયોન્ડ પરનાં તેમના કાર્ય માટે જાણીતા છે. ઈશારા ઉપર આધારિત, પહેરી શકાય તેવી કમ્પ્યુટર સિસ્ટમ, સિક્સ્થ સેન્સ, 2009 માં, પ્રણવ મિસ્ત્રી દ્વારા વિકસાવવામાં આવી હતી. તેના હેડવોર્ન (માથાં ઉપર પહેરી શકાય તેવું) અને નેકવોર્ન (ગાળામાં પહેરી શકાય તેવું) બંને વર્ઝન માટે હાર્ડવેર અને સોફ્ટવેર ધરાવે છે. પહેરી શકાય તેવું આ કમ્પ્યુટર વધારાની માહિતી પૂરી પાડે છે તેથી તેનું નામ સિક્સ્થ સેન્સ રાખવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી ગિયર એક સ્માર્ટવોચ છે. આ ઉપરાંત તેમણે માઉસલેસ - અદ્રશ્ય કમ્પ્યુટર માઉસની પણ શોધ કરી છે તેમજ બ્લિંકબોટ - એકિટશે જોવા અને આંખ ઝબકાવવાથી નિયંત્રિત થતો રોબોટ, એક પેન જે 3Dમાં દોરી શકે છે, સ્પર્શ - અલગ અલગ ડિજિટલ ડીવાઈસ વચ્ચે ડેટા કોપી-પેસ્ટ કરવા માટેનું યંત્રની પણ રચના કરી હતી.

15th May 2020

Today’s temperature:-38℃
Sunrise:-6:02 am
Sunset:-7:13 pm
Length of the day:-13h 10m
Carl Wernicke (15th May 1848):-
German physician, anatomist, psychiatrist and neuropathologist who related nerve diseases to specific areas of the brain. Interested in psychiatry, traditionally he studied anatomy initially and neuropathology later. He published a small volume on aphasias (disorders interfering with the ability to communicate in speech or writing) which vaulted him into international fame. He is best known for his work on sensory aphasia and poliomyelitis hemorrhagia superior, both of which are commonly associated with Wernicke's name and referred to as Wernicke encephalopathy and Wernicke's aphasia, respectively. In Wernicke's aphasia, the ability to grasp the meaning of spoken words and sentences is impaired. Wernicke's aphasia is also referred to as 'fluent aphasia' or 'receptive aphasia'. Reading and writing are often severely impaired.
કાર્લ વર્નિક (૧૫ મે ૧૮૪૮):-
તેઓ જર્મન ચિકિત્સક, એનાટોમિસ્ટ, મનોચિકિત્સક અને ન્યુરોપેથોલોજિસ્ટ હતાં, જેમણે મગજનાં ચોક્કસ ભાગમાં ચેતારોગ ઉપર કાર્ય કર્યું હતું. મનોચિકિત્સામાં રસ ધરાવતાં હતાં, તેમણે શરૂઆતમાં શરીરરચના અને ન્યુરોપેથોલોજીનો અભ્યાસ કર્યો. તેમણે એફેસિસ પર એક નાનો લેખ પ્રકાશિત કર્યો (વાણી અથવા લેખનમાં વાતચીત કરવાની ક્ષમતામાં જોવા મળતી ખામી) જેણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાં સ્થાન અપાવ્યું. તેઓ સેન્સરી એફેસીયા અને પોલિઓમાયેલાયટીસ હેમરેજીયા ઉપરનાં તેના કામ માટે જાણીતા છે. જે બંને સામાન્ય રીતે વેર્નિકના નામ સાથે સંકળાયેલા છે અને તેમને ક્રમશ વર્નીક એન્સેફાલોપથી અને વર્નિક એફેસીયા તરીકે ઓળખવામાં આવે છે. વેર્નિક એફેસીયામાં, બોલાયેલા શબ્દો અને વાક્યોના અર્થને સમજવાની ક્ષમતા નબળી પડી છે. વર્નીક એફેસીયાને 'ફ્લુએન્ટ અફેસીયા' અથવા 'રિસેપ્ટિવ અફેસીયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંચન અને લેખન ઘણીવાર ગંભીર રીતે નબળું પડે છે.

16th May 2020

Today’s temperature:-34℃
Sunrise:-6:042am
Sunset:-7:14 pm
Length of the day:-13h 11m

Famous Day:- International Day of Light

The International Day of Light celebrates the role light plays in science, culture and art, education, and sustainable development, and in fields as diverse as medicine, communications, and energy. The International Day of Light is celebrated on 16 May each year, the anniversary of the first successful operation of the laser in 1960 by physicist and engineer, Theodore Maiman.

આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ

આંતરરાષ્ટ્રીય લાઇટ ડે વિજ્ઞાન, સંસ્કૃતિ અને કલા, શિક્ષણ અને સ્થાયી વિકાસ અને દવાની, સંદેશાવ્યવહાર અને ઉર્જા જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં પ્રકાશનાં મહત્વ અને તેની ભૂમિકાને સમજાવવા માટે ઉજવવામાં આવે છે. 1960 માં ભૌતિકશાસ્ત્રી અને એન્જીનીયર થિયોડોર મેમન દ્વારા લેસરનાં પ્રથમ સફળ ઓપરેશનની વર્ષગાંઠ સ્વરૂપે, દર વર્ષે 16 મેના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Ilya Ilyich Mechnikov (16th May 1845):-
He was a Russian Imperial zoologist of Ukrainian Jewish origin best known for his pioneering research in immunology. In particular, he is credited with the discovery of phagocytes (macrophages) in 1882. This discovery turned out to be the major defence mechanism in innate immunity. He and Paul Ehrlich were jointly awarded the 1908 Nobel Prize in Physiology or Medicine "in recognition of their work on immunity". He also established the concept of cell-mediated immunity. Their works are regarded as the foundation of the science of immunology. In immunology, he is given an epithet the "father of natural immunity".
ઈલ્યા ઈલ્યચ મેકેનિકોવ (૧૬ મે ૧૮૪૫):-
તેઓ યુક્રેનિયન યહૂદી મૂળના રશિયન શાહી પ્રાણીશાસ્ત્રી હતાં, તે ઈમ્યુનોલોજીમાં તેમના અગ્રણી સંશોધન માટે સૌથી વધુ જાણીતા હતાં. ખાસ કરીને, 1882માં તેમણે ફેગોસાઈટ્સ (મેક્રોફેજ) ની શોધનો શ્રેય આપવામાં આવે છે. આ શોધ જન્મજાત રોગપ્રતિકારક શક્તિ હોવાનું માનવામાં આવે છે. તેમણે અને પૉલ એહરલિચને "રોગપ્રતિકારક શક્તિ ઉપરનાં તેમના કાર્યને માટે" ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેનો 1908નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. તેમણે મધ્યસ્થી કોષનાં પ્રક્ષાની કલ્પના પણ કરી હતી. તેમના કાર્યને રોગપ્રતિકારક શક્તિનાં ક્ષેત્રનો પાયો માનવામાં આવે છે. ઈમ્યુનોલોજીમાં (રોગપ્રતિકારક શક્તિનાં ક્ષેત્રમાં), તેમને "કુદરતી રોગપ્રતિકારકનાં પિતા"તરીકે ઓળખવામાં આવે છે.

17th May 2020

Today’s temperature:-34℃
Sunrise:-6:02 am
Sunset:-7:14 pm
Length of the day:-13h 12m
Edward Jenner (17th May 1749):-
He was an English physician who was a contributor to the development of the smallpox vaccine. The practice of vaccination was popularized by Jenner, and since then has been used ubiquitously to prevent several diseases. The terms vaccine and vaccination are derived from Variolae vaccinae (smallpox of the cow), the term devised by Jenner to denote cowpox. He used it in 1798 in the long title of his Inquiry into the Variolae vaccinae known as the Cow Pox, in which he described the protective effect of cowpox against smallpox. In Jenner's time, smallpox killed around 10% of the British population, with the number as high as 20% in towns and cities where infection spread more easily. There was a common story among farmers that if a person contracted a relatively mild and harmless disease of cattle called cowpox, immunity to smallpox would result. On 14 May 1796 he removed the fluid of a cowpox from dairymaid Sarah Nelmes, and inoculated James Phipps, an eight-year-old boy, who soon came down with cowpox. Six weeks later, he inoculated the boy with smallpox. The boy remained healthy, proving the theory. He called his method vaccination, using the Latin word vacca, meaning cow, and vaccinia, meaning cowpox. Jenner also introduced the word virus.
એડવર્ડ જેનર (૧૭ મે ૧૮૪૯):-
તેઓ એક ઇંગ્લિશ ચિકિત્સક હતાં જેમણે શીતળા નામનાં રોગની રસીનાં વિકાસમાં ફાળોઆપ્યો હતો. રસીકરણની પ્રથા જેનરે વિકસાવી હતી અને ત્યારબાદ અનેક રોગોને રોકવા માટે વ્યાપક રીતે રસીનો ઉપયોગ થવા લાગ્યો હતો. રસી અને રસીકરણ શબ્દો વેરિઓલે રસી (ગાયમાં જોવા મળતો શીતળા) માંથી ઉતરી આવ્યા છે, જે જેનર દ્વારા કાઉપોક્સ (ગાયમાં થતો શીતળા) સૂચવવા માટે બનાવાયેલા શબ્દ છે. તેમણે 1798 માં કાઉપોક્સ તરીકે ઓળખાતી વેરિઓલે રસીનાં વ્યાખ્યાનમાં તેનો ઉપયોગ કર્યો, જેમાં તેમણે શીતળા સામે કાઉપોક્સનાં રક્ષણાત્મક પ્રભાવનું વર્ણન કર્યું હતું. જેનરના સમયમાં, શીતળાનાં કારણે બ્રિટિશ વસ્તીના 10% જેટલા લોકો મૃત્યુ પામ્યા હતાં, જેની સંખ્યાનાં 20% જેટલા શહેરો અને એવી જગ્યા કે જ્યાં ચેપ વધુ સરળતાથી ફેલાય છે ત્યાં જોવા મળ્યા હતાં. ખેડુતોમાં ત્યારે એક વાત માનવામાં આવતી હતી કે જો કોઈ વ્યક્તિ કાઉપોક્સ નામનાં પશુઓના પ્રમાણમાં હળવા અને ઓછા હાનિકારક રોગનો કરાર કરે તો શીતળાની સામે બચવાની પદ્ધતિ શોધી શકાય છે. 14 મે 1796 ના રોજ તેણે ડેરીમેઇડ સરાહ નેલ્મ્સમાંથી કાઉપોક્સનાં પ્રવાહીને દૂર કર્યું, અને જેમ્સ ફિપ્સ નામનાં આઠ વર્ષનાં છોકરામાં દાખલ કરવામાં આવ્યું જેને થોડાં સમયમાં કાઉપોક્સ થયો. છ અઠવાડિયા પછી, તે છોકરામાં શીતળા દાખલ કરવામાં આવ્યો. તો પણ છોકરો તંદુરસ્ત રહ્યો, તેથી તે સાબિત થયું કે કાઉપોક્સ, શીતળાની રસીમાં ઉપયોગી છે. તેમણે લેટિન શબ્દ વક્કા કે જેનો અર્થ ગાય થાય અને વેસિનિયા એટલે કે કાઉપોક્સનો ઉપયોગ કરીને આ પદ્ધતિને રસીકરણ (વેસીનેશન) નામ આપ્યું. જેનરે વાયરસ શબ્દ પણ આપ્યો હતો.

18th May 2020

Today’s temperature:-33℃
Sunrise:-6:01 am
Sunset:-7:15 pm
Length of the day:-13h 13m
Vincent du Vigneaud (18th May 1901):-
American biochemist who was awarded the Nobel Prize for Chemistry in 1955 for his work on biochemically important sulphur compounds, especially for the first synthesis of a polypeptide hormone. Underneath the brain, the pituitary gland is well-protected and, in man about as big as a bean. It secretes several hormones, that is, substances which regulate important physiological functions. These are built up from amino acids in the same way as proteins, but with a far lower molecular weight. Vigneaud isolated and synthesized two pituitary hormones: vasopressin, which acts on the muscles of the blood vessels to cause elevation of blood pressure; and oxytocin, the principal agent causing contraction of the uterus and secretion of milk.
વિન્સેન્ટ ડુ વિગ્નાઉડ (૧૮ મે ૧૯૦૧):-
તેઓ અમેરિકન બાયોકેમિસ્ટ હતાં જેમને 1955 માં બાયોકેમિકલી અગત્યનાં એવાં સલ્ફર સંયોજનો, ખાસ કરીને પોલિપેપ્ટાઇડ હોર્મોનના પ્રથમ સંશ્લેષણ માટેના કામ બદલ રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. મગજની નીચે, પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે અને રક્ષાયેલી હોય છે અને માણસમાં દાણા જેટલી મોટી હોય છે. તે ઘણા બધા હોર્મોન્સનો (અંત:સ્રાવનો)સ્ત્રાવ કરે છે, એટલે કે, એવી રચના જે મહત્વપૂર્ણ શારીરિક કાર્યોનું નિયમન કરે છે. તે પ્રોટીન જેમ જ એમિનો એસિડથી બનેલાં હોય છે, પરંતુ તેનાથી ઓછો અણુભાર ધરાવે છે. વિગ્નાઉડ એ બે પિચ્યુટરી અંત: સ્રાવને (હોર્મોન્સને) અલગ કર્યા અને સંશ્લેષિત કર્યા હતાં: વાસોપ્રેસિન, જે સ્નાયુઓમાં જોવા મળતી રક્તવાહિનીઓ ઉપર કામ કરે છે જે રુધીરનાં દબાણનાં વધારા માટે જવાબદાર છે; અને ઓક્સીટોસિન, જે બાળકનાં જન્મ સમયે ગર્ભાશયના સંકોચન અને દૂધનાં સ્ત્રાવ માટેનું મુખ્ય એજન્ટ છે.

19th May 2020

Today’s temperature:-32℃
Sunrise:-6:01 am
Sunset:-7:15 pm
Length of the day:-13h 14m
Max Perutz (19th May 1914):-
He was an Austrian-born British molecular biologist, who shared the 1962 Nobel Prize for Chemistry with John Kendrew, for their studies of the structures of haemoglobin and myoglobin. In 1959 he employed this method to determine the molecular structure of the protein haemoglobin, which transports oxygen in the blood. This work resulted in his sharing with John Kendrew the 1962 Nobel Prize for Chemistry. Nowadays the molecular structures of several thousand proteins are determined by X-ray crystallography every year. After 1959, Perutz and his colleagues went on to determine the structure of oxy- and deoxy- haemoglobin at high resolution. As a result, in 1970, he was at last able to suggest how it works as a molecular machine: how it switches between its deoxygenated and its oxygenated states, in turn triggering the uptake of oxygen and then its release to the muscles and other organs. In addition Perutz studied the structural changes in a number of haemoglobin diseases and how these might affect oxygen binding. He hoped that the molecule could be made to function as a drug receptor and that it would be possible to inhibit or reverse the genetic errors such as those that occur in sickle cell anaemia.
મેક્સ પેરુત્ઝ (૧૯ મે ૧૯૧૪):-
તેઓ ઓસ્ટ્રેલીયામાં જન્મેલા બ્રિટીશ પરમાણુ જીવવિજ્ઞાની હતા, જેમને હિમોગ્લોબિન અને મ્યોગ્લોબિનના બંધારણનાં અભ્યાસ માટે, જ્હોન કેન્ડ્ર્યુ સાથે રસાયણશાસ્ત્ર માટે 1962 નો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1959 માં તેમણે પ્રોટીન હિમોગ્લોબિનની પરમાણુ રચના નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો, જે લોહીમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. આ કાર્યને પરિણામે જ્હોન કેન્ડ્ર્યુ સાથે રસાયણશાસ્ત્ર માટે 1962 નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દર વર્ષે હજારો પ્રોટીનની પરમાણુ રચનાઓ એક્સ-રે સ્ફટિકીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે. 1959 પછી, પેરુત્ઝ અને તેના સાથીઓ ઉચ્ચ રિઝોલ્યુશન ઉપર ઓક્સી- અને ડિઓક્સી-હિમોગ્લોબિનની રચના નક્કી કરવાનું નક્કી કર્યું. પરિણામે, 1970 માં, તે આખરે તે પરમાણુ મશીન તરીકે કેવી રીતે કાર્ય કરે છે તે સૂચવ્યુ: તે કેવી રીતે તેના ઓક્સિજનયુક્ત અને તેના ઓક્સિજનવિહીન ભાગ વચ્ચે બદલાય છે, કેવી રીતે તે ઓક્સિજન મેળવે છે અને તે પછી તેને સ્નાયુઓ અને અન્ય અવયવોમાં મુક્ત કરે છે. વધુમાં પેરુત્ઝે હિમોગ્લોબિનનાં અનેક રોગો અને તે કેવી રીતે ઓક્સિજન બંધનકર્તાને અસર કરી શકે છે તેનો અભ્યાસ કર્યો હતો. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે એવા અણુ બનાવી શકાય કે જે ડ્રગ રીસેપ્ટર તરીકે કામ કરી શકે છે અને સિકલ સેલ એનિમિયા જેવાં હિમોગ્લોબીનનાં આનુવંશિક રોગને અટકાવી શકાય.

20th May 2020

Today’s temperature:-31℃
Sunrise:-6:01 am
Sunset:-7:16 pm
Length of the day:-13h 14m
Emile Berliner (20th May 1851):-
Emil Berliner, was a German-born inventor. He is best known for inventing the vertical-cut flat disc record (called a "gramophone record" in British and American English) used with a Phonograph. He founded the United States Gramophone Company in 1894, The Gramophone Company in London, England, in 1897, Deutsche Grammophon in Hanover, Germany, in 1898, Berliner Gram-o-phone Company of Canada in Montreal in 1899 (chartered in 1904), and Victor Talking Machine Company in 1901 with Eldridge Johnson. He became interested in the new audio technology of the telephone and phonograph, and invented an improved telephone transmitter (one of the first type of microphones). In 1886 Berliner began experimenting with methods of sound recording. He was granted his first patent for what he called the "Gramophone" in 1887. The Gramophone was presented as an apparatus for making permanent records of the human voice or other sounds.
એમિલ બર્લિનર (૨૦ મે ૧૮૫૧): -
એમિલ બર્લિનર, જર્મનીમાં જન્મેલા શોધક હતા. ફોનોગ્રાફ સાથે વપરાયેલ વર્ટીકલ કટ ફ્લેટ ડિસ્ક રેકોર્ડ (જેને બ્રિટિશ અને અમેરિકન અંગ્રેજીમાં "ગ્રામોફોન રેકોર્ડ" કહેવામાં આવે છે) શોધ કરવા માટે તે વધુ જાણીતા છે. તેમણે 1894 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રામોફોન કંપનીની સ્થાપના કરી, 1897માં લંડન, ઈંગ્લેન્ડમાં ગ્રામોફોન કંપની, 1898 માં ડ્યુશે ગ્રેમોફોન જર્મનીનાં હનોવરમાં, 1899 માં મોન્ટ્રીયલમાં બર્લિનર ગ્રામ-ઓ-ફોન કંપની ઓફ કેનેડા અને એલ્ડ્રિજ જોહ્ન્સનની સાથે 1901 માં વિક્ટર ટોકિંગ મશીન કંપનીની સ્થાપના કરી હતી. તેમને ટેલિફોન અને ફોનોગ્રાફની નવી ઓડિયો ટેક્નોલોજીમાં રસ પડ્યો, અને સુધારેલ ટેલિફોન ટ્રાન્સમીટર (પ્રથમ પ્રકારનાં માઈક્રોફોનમાંના એક) ની શોધ કરી હતી. 1886 માં બર્લિનરે અવાજ રેકોર્ડિંગની પદ્ધતિઓ સાથે પ્રયોગો શરૂ કર્યા. 1887 માં તેને "ગ્રામોફોન" કહેવા માટેનું પ્રથમ પેટન્ટ તેમને આપવામાં આવ્યું. ગ્રામોફોન એ એક એવું ઉપકરણ છે જે માનવ અવાજ અથવા અન્ય ધ્વનિનાં કાયમ માટે રેકોર્ડ કરી શકે છે.

21st May 2020

Today’s temperature:-36℃
Sunrise:-6:00 am
Sunset:-7:16 pm
Length of the day:-13h 15m
Robert A. Good (21st May 1922):-
American surgeon, a pioneer of modern immunology who performed the world's first successful human bone marrow transplant (1968) from his sister to a 4-month-old baby boy with an inherited immune disorder. Human bone marrow transplant between persons who were not identical twins. He is regarded as a founder of modern immunology. From age 6, Good wished to become a doctor because his father died of cancer. While a junior undergraduate he suffered but recovered from a polio like disease. He identified the thymus and the tonsils as crucial organs of the immune system in humans. His research also led to the identification of T-cells and B-cells. In 1987 he helped establish the National Bone Marrow Registry.
રોબર્ટ એ. ગુડ (૨૧ મે ૧૯૨૨):-
અમેરિકન સર્જન, આધુનિક ઈમ્યુનોલોજીનાં પ્રણેતા, જેમણે વિશ્વનું પ્રથમ સફળ માનવ અસ્થિમજ્જા (બોનમેરો) ટ્રાન્સપ્લાન્ટ (1968) કર્યું હતું. તેમણે તેમની બહેનનાં બોનમેરોને ચાર મહિનાનાં બાળક સાથે કે જે વારસાગત રોગપ્રતિકારક વિકાર ધરાવતું હતું તેની સાથે કર્યું હતું. માનવીય અસ્થિ મજ્જા પ્રત્યારોપણ એક સરખા જોડિયા ન હતા તેવા વ્યક્તિઓ વચ્ચે કરવામાં આવે છે. તેઓ આધુનિક ઈમ્યુનોલોજીનાં સ્થાપક તરીકે માનવામાં આવે છે. 6 વર્ષની ઉંમરેથી, ગુડને ડોક્ટર બનવાની ઈચ્છા હતી કારણ કે તેમના પિતા કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે તેઓ જુનિયર અંડરગ્રેજ્યુએટ થયા, ત્યારે તેઓ પોલીઓ જેવાં રોગનાં કારણે અસ્વસ્થ બન્યા હતાં અને તેમથી સજા થયા હતાં. તેમણે થાઈમસ અને કાકડાને મનુષ્યમાં રોગપ્રતિકારક શક્તિનાં નિર્ણાયક અંગો તરીકે ઓળખાવ્યા હતાં. તેમના સંશોધન T-સેલ અને B-સેલની ઓળખમાં પણ મદદરૂપ થયા હતાં. 1987 માં તેમણે રાષ્ટ્રીય અસ્થિમજ્જા રજિસ્ટ્રી સ્થાપિત કરવામાં મદદ કરી હતી.

22nd May 2020

Today’s temperature:-39℃
Sunrise:-6:00 am
Sunset:-7:16 pm
Length of the day:-13h 16m
Famous day:- World Biodiversity day
It was created in 1993 but its first seven editions were held on the 29th of December. The aim to celebrate this day is to promote and raise global awareness of issues related to the planet's biodiversity.
પ્રખ્યાત દિવસ: - વિશ્વ જૈવવિવિધતા દિવસ
તેની શરૂઆત 1993 માં કરવામાં આવી હતી અને તે પ્રથમ સાત વખત 29 મી ડિસેમ્બરનાં રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ ગ્રહની જૈવવિવિધતાને લગતા મુદ્દાઓની વૈશ્વિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને વધારવાનો છે.
Albrecht von Graefe (22nd May 1828):-
Albrecht Friedrich Wilhelm Ernst von Gräfe was a German eye surgeon, who is regarded as a founder of scientific opthalmology. Ophthalmology is a branch of medicine and surgery which deals with the diagnosis and treatment of eye disorders. He was also an authority in diseases of the nerve and brain. He diagnosed sudden visual loss due to retinal artery embolism, optic retinitis and was one of the first to treat glaucoma successfully. He described a large number of new findings, among them stase papillas in brain tumors, retardation of the eyelid in Basedow's disease and introduced a new operation for cataract - iridictomy. In his short career (he died at age 42), von Gräfe performed more than 10,000 eye operations, and was undoubtedly the most important ophthalmologist of the 19th century.
આલ્બ્રેક્ટ વોન ગ્રાફે (22 મે 1828):-
આલ્બ્રેકટ ફ્રેડરિક વિલ્હેમ અર્ન્સ્ટ વોન ગ્રૈફે એક જર્મન આઈ સર્જન હતાં, જેમને વૈજ્ઞાનિક ઓપ્થાલ્મોલોજીનાં સ્થાપક તરીકે માનવામાં આવે છે. નેત્રરોગવિજ્ઞાન (ઓપ્થાલ્મોલોજી) એ દવા અને શસ્ત્રક્રિયાની એક શાખા છે જે આંખનાં વિકારનાં નિદાન અને સારવાર સાથે સંબંધિત છે. તે ચેતા અને મગજનાં રોગોનાં ક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું. તેણે રેટિના ધમની એમ્બોલિઝમ, ઓપ્ટિક રેટિનાઇટિસને કારણે અચાનક થતું દ્રશ્યનાં નુકશાનનું નિદાન કર્યું હતું અને સફળતાપૂર્વક ગ્લાવકોમાંની સારવાર કરનારા પ્રથમ વ્યક્તિ હતાં. તેમણે મોટી સંખ્યામાં નવા તારણો વર્ણવ્યા, તેમાંથી મગજની ગાંઠોમાં સ્ટેપ પેપિલાસ, બેડોવ રોગમાં પોપચાંની નરમાઈ અને મોતીયા - ઇરીડિક્ટોમી માટે એક નવું ઓપરેશન રજૂ કર્યું. તેની ટૂંકી કારકીર્દિમાં (તેનું વય ૪૨ વર્ષની વયે અવસાન થયું), વોન ગ્રૈફે 10,000 થી વધુ આંખના ઓપરેશન કર્યા, અને તેઓને નિશંકા 19 મી સદીનાં સૌથી મહત્વપૂર્ણ નેત્રચિકિત્સક માનવામાં આવે છે.

23rd May 2020

Today’s temperature:-34℃
Sunrise:-6:00 am
Sunset:-7:17 pm
Length of the day:-13h 17m
Famous Day:- World Turtle Day
The purpose of World Turtle Day, May 23, sponsored yearly since 2000 by American Tortoise Rescue, is to bring attention to, and increase knowledge of and respect for, turtles and tortoises, and encourage human action to help them survive and thrive.
વર્લ્ડ ટર્ટલ ડે (વિશ્વ કાચબા દિવસ)
અમેરિકન કાચબો બચાવ સંસ્થા દ્વારા વર્ષ 2000 થી દર વર્ષે, વર્લ્ડ ટર્ટલ ડે, 23 મે ના રોજ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ, ટર્ટલ (પાણીનાં કાચબા) અને ટોરટોઈસ(જમીન ઉપરનાં કાચબા) પ્રત્યે ધ્યાન દોરવાનો અને તેના વિશે જ્ઞાન વધારવાનો અને માનવતાની ક્રિયાને પ્રોત્સાહિત કરવા તેમજ તેનો વિકાસ કરવાનો છે.
Carl Linnaeus (23rd May 1707):-
He was a Swedish botanist, zoologist, and physician who formalised binomial nomenclature, the modern system of naming organisms. He is known as the "father of modern taxonomy". Swedish botanist and explorer who was the first to establish a precise biological classification, with a uniform system for naming organisms by genera and species of organisms. He associated whales as mammals, but did not group man with the apes. Later, others improved his scheme by adopting more natural, developmental distinctions between species. He travelled widely to build his collection of plant specimens. He recognised balance and competition in nature relating to insects, animals and plants.
કાર્લ લિનયસ (23 મે 1707):-
તેઓ સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીવિજ્ઞાની અને ચિકિત્સક હતાં જેમણે સજીવોને નામ આપવાની આધુનિક પદ્ધતિ વિકસાવી હતી. તેઓ "આધુનિક વર્ગીકરણનાં પિતા" તરીકે જાણીતા છે. સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી અને સંશોધક જેણે પ્રથમ જીવંત અને જીવતંત્રની જાતિઓ દ્વારા સજીવના નામકરણ માટેની એકસરખી પદ્ધતિ સાથે, ચોક્કસ જૈવિક વર્ગીકરણની સ્થાપના કરી હતી. તેમણે વ્હેલને સસ્તન પ્રાણીઓ સાથે જોડ્યું, પરંતુ તેઓ વાનરો સાથે જૂથ બનાવ્યા નહીં. પાછળથી, અન્ય લોકોએ જાતિઓ વચ્ચે વધુ કુદરતી, વિકાસલક્ષી ભેદ અપનાવીને તેમની રચનામાં સુધારા કર્યા હતાં. તેમણે છોડનાં નમુનાઓનો સંગ્રહ કરવા માટે ઘણો પ્રવાસ કર્યો હતો. તેમણે જંતુઓ, પ્રાણીઓ અને છોડને લગતી પ્રકૃતિમાં સંતુલન માટે તેમની વચ્ચેની સ્પર્ધાને માન્યતા આપી હતી.

24th May 2020

Today’s temperature:-33℃
Sunrise:-5:59 am
Sunset:-7:17 pm
Length of the day:-13h 17m
Helen Brooke Taussig (24th May 1898):-
American physician who founded pediatric cardiology. She pioneered using X-rays and fluoroscopy to identify heart defects in newborns. With surgeon Alfred Blalock, she developed a surgical procedure for treating blue baby syndrome. Blue baby syndrome, also known as infant methemoglobinemia, is a condition where a baby's skin turns blue. This occurs due to a decreased amount of hemoglobin in the baby's blood. Hemoglobin is a blood protein that is responsible for carrying oxygen around the body and delivering it to the different cells and tissues. After 1944, when the first Blalock-Taussig operation was developed, many blue babies were saved from invalidism or death. The Blalock-Taussig shunt (a surgical shunt made between the pulmonary artery and the aorta as treatment for tricuspid and pulmonary atresia) is named for her.
હેલેન બ્રૂક તૌસિગ (૨૪ મે ૧૮૯૮):-
તેઓ અમેરિકન ચિકિત્સક હતાં કે જેમણે પેડિયાટ્રિક કાર્ડિયોલોજીની સ્થાપના કરી. તેમણે નવજાત શિશુમાં હૃદયની ખામીને ઓળખવા માટે એક્સ-રે અને ફ્લોરોસ્કોપીનો ઉપયોગ કરવાની પહેલ કરી હતી. સર્જન આલ્ફ્રેડ બ્લેક સાથે, તેમણે બ્લુ બેબી સિન્ડ્રોમની સારવાર માટે સર્જિકલ પ્રક્રિયા વિકસાવી. બ્લુ બેબી સિન્ડ્રોમ એ શિશુ મેથેમોગ્લોબીનેમિયા તરીકે પણ ઓળખાય છે, એવી સ્થિતિ છે જ્યાં બાળકની ત્વચા ભૂરીથઈ જાય છે. બાળકનાં લોહીમાં હિમોગ્લોબિનની માત્રામાં ઘટાડો થવાને કારણે આવું થાય છે. હિમોગ્લોબિન એ લોહીનું પ્રોટીન છે જે શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે અને તેને વિવિધ કોષો અને પેશીઓ સુધી પહોંચાડે છે. 1944 પછી, જ્યારે પ્રથમ બ્લેક-તૌસિગ ઓપરેશન વિકસિત થયું, ત્યારે ઘણા બ્લ્યુ બેબીને અમાન્યતા તેમજ મૃત્યુમાંથી બચાવી લેવામાં આવ્યા હતાં. તેના માટે બ્લેક-તૌસિગ શંટ(પલ્મોનરી (ફુપ્ફુસીય) ધમની અને મહાધમની વચ્ચે સર્જિકલ શંટ ટ્રાઈકસ્પીડ અને પલ્મોનરી એટ્રેસિયાની સારવાર માટે બનાવવામાં આવે છે) તેનું નામ તેના શોધકનાં નામ ઉપરથી રાખવામાં આવ્યું છે.

25th May 2020

Today’s temperature:-39℃
Sunrise:-5:59 am
Sunset:-7:18 pm
Length of the day:-13h 18m
Igor Sikorsky (25th May 1889):-
Igor Ivan Sikorsky was a Russian-born U.S. pioneer in aircraft design who is best known for his successful development of the helicopter. His earliest successes were with fixed-wing aircraft, including his prize-winning S-6-A (1912) which led to a position as head of the aviation subsidiary of the Russian Baltic Railroad Car Works. In this position, as a result of a mosquito-clogged carburetor and subsequent engine failure, he had the radical idea of an aircraft having more than one engine. Thus he produced the first multi-engine airplane, the four-engined "The Grand." This revolutionary aircraft featured such things as an enclosed cabin. A lavatory, upholstered chairs and an exterior catwalk atop the fuselage so passengers could take a turn about in the air.
આઈગોર સિકોર્સ્કી (૨૫ મે ૧૮૮૯):-
આઈગોર ઈવાન સિકોર્સ્કી રશિયામાં જન્મેલા મૂળ યુ.એસ.નાં વિમાન ડિઝાઇનનાં પ્રણેતા હતાં, જે હેલિકોપ્ટરનાં તેમના સફળ વિકાસ માટે જાણીતા છે. તેમની પ્રારંભિક સફળતા ફિક્સ-વિંગ એરક્રાફ્ટની હતી, જેમાં તેના ઈનામ વિજેતા S -6-A (1912) નો સમાવેશ થાય છે જેના કારણે તેમને રશિયન બાલ્ટિક રેલરોડ કાર વર્કસનાં ઉડ્ડયન પેટાકંપનીનાં વડા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું હતું. આ સ્થિતિમાં, કાર્બોરેટર અને ત્યારબાદ એન્જિનની નિષ્ફળતાનાં પરિણામે, તેમને એક કરતાં વધુ એન્જિન ધરાવતા વિમાનનો વિચાર આવ્યો હતો. આ રીતે તેમણે ચાર એન્જિનવાળા "ધ ગ્રાન્ડ" નામનાં પ્રથમ મલ્ટિ એન્જિન વિમાનનું નિર્માણ કર્યું. આ વિમાનમાં બંધ કેબિન જેવી રચનાઓ બનાવવામાં આવી હતી. મુસાફરો, બેઠકમાં ખુરશીઓ ઉપર બેઠા બેઠા અને ફ્યુઝલેજની ઉપરનો બાહ્ય કેટવોક જેવો બનાવ્યો હતો જેથી મુસાફરો હવામાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફેરબદલ કરી શકે.

26th May 2020

Today’s temperature:-33℃
Sunrise:-5:59 am
Sunset:-7:18 pm
Length of the day:-13h 19m
Heinrich Geissler (26th May 1814):-
He was a skilled glassblower and physicist, famous for his invention of the Geissler tube, made of glass and used as a low pressure gas-discharge tube. Geissler made a hand-crank mercury pump, and glass tubes that could contain a superior vacuum. The Geissler tube was used for entertainment throughout the 1800s and evolved around 1910 into commercial neon lighting. Advances in Plucker and Geissler's discharge tube technology developed into the Crookes tube, with which the electron was discovered in 1897, and in 1906 into the amplifying vacuum tube, the basis of electronics and long distance communication technologies like radio and television.
હેનરિક ગેસ્લર (૨૬ મે ૧૮૧૪):-
તેઓ એક કુશળ ગ્લાસબ્લોવર અને ભૌતિકશાસ્ત્રી હતાં, જે ગેસ્લર ટ્યુબની શોધ માટે પ્રખ્યાત હતાં, આ ટ્યુબ કાચથી બનેલી હતી અને ઓછા દબાણવાળા ગેસ-ડિસ્ચાર્જ ટ્યુબ તરીકે તે ઉપયોગમાં લેવાતી હતો. ગેસ્લરે હેન્ડ-ક્રેન્ક મરકયુરી (પારો) પંપ અને કાચની નળીઓ બનાવી જેમાં ખુબ સારો શૂન્યાવકાશ જોવા મળતો હતો. ગેસ્લર ટ્યુબનો ઉપયોગ 1800ના દાયકા દરમ્યાન મનોરંજન માટે કરવામાં આવતો હતો અને 1910 ની આસપાસ વેપારી ધોરણે નિયોન લાઈટિંગ તરીકે તેને વિકસિતકરવામાં આવી. પ્લકર અને ગેસ્લરની ડિસ્ચાર્જ ટ્યુબ ટેકનોલોજી આગળ જતાં ક્રુક્સ ટ્યુબમાં વિકસિત થઈ, જેના દ્વારા 1897 માં ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી, અને 1906 માં એમ્પ્લીફિંગ વેક્યુમ ટ્યુબ તરીકે વિકાસ પામી જેનો ઉપયોગ રેડિયો અને ટેલિવિઝન જેવી ઈલેક્ટ્રોનિક્સ અને લાંબા અંતરની સંચાર તકનીકોમાં કરવામાં આવે છે.

27th May 2020

Today’s temperature:-32℃

Sunrise:-5:59 am

Sunset:-7:19 pm

Length of the day:-13h 19m

Kazimierz Fajans (27 May 1887):-
Polish-American physical chemist who was a pioneer in the science of radioactivity and the discoverer of chemical element protactinium. He discovered the radioactive displacement law simultaneously with Frederick Soddy of Great Britain. According to this law, when a radioactive atom decays by emitting an alpha particle, the atomic number of the resulting atom is two fewer than that of the parent atom. He discovered several elements that are created through nuclear disintegration. The first discovery of protactinium was in 1913 by Kazimierz Fajans and O. Göhring, who found the isotope protactinium-234m (half-life 1.2 min), a decay product of uranium-238; they named it brevium for its short life. (Protactinium-231 was later identified in 1918 by other scientists; the name protoactinium was adopted at this time.)

કાઝીમિર્ઝ ફાજાન્સ (૨૭ મે ૧૮૮૭):-
પોલિશ-અમેરિકન ફીઝીકલ રસાયણશાસ્ત્રી હતાં, જે રેડિયોએક્ટીવીટીનાં વૈજ્ઞાનિક ક્ષેત્રનાં પ્રણેતા અને રાસાયણિક તત્વ પ્રોટેક્ટીનિયમનાં શોધક હતાં. તેમણે બ્રિટનનાં ફ્રેડરિક સોડ્ડી સાથે એક કિરણોત્સર્ગી વિસ્થાપનનો કાયદો શોધ્યો. આ કાયદા મુજબ, જ્યારે રેડિયોએક્ટીવ અણુ આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે, ત્યારે પરિણામી અણુની અણુસંખ્યા પિતૃ અણુ કરતાં બે ઓછી હોય છે. તેમણે ઘણા તત્વો શોધ્યા જે પરમાણુ વિઘટન દ્વારા બનાવવામાં આવ્યા છે. પ્રોટેક્ટીનિયમની પ્રથમ શોધ 1913 માં કાઝીમિર્ઝ ફાજાન્સ અને ઓ. ગૌરિંગે કરી હતી, જેમણે યુરોનિયમ -238 નાં ક્ષયનાં ઉત્પાદન સ્વરૂપે તેના આઇસોટોપ પ્રોટેક્ટીનિયમ -234 ની (જેનો જીવનકાળ તેનાથી અડધો 1.2 મિનિટ હતો) શોધ કરી હતી. તેઓએ તેના ટૂંકા જીવન માટે તેનું નામ બ્રેવિયમ રાખ્યું હતું. (પ્રોટોકટીનિયમ -231 પછીથી અન્ય વૈજ્ઞાનિક દ્વારા 1918 માં ઓળખવામાં આવ્યું; આ સમયે પ્રોટોએક્ટીનિયમ નામ અપનાવવામાં આવ્યું હતું.)

28th May 2020

Today’s temperature:-35℃

Sunrise:-5:59 am      

Sunset:-7:19 pm

Length of the day:-13h 20m

Stanley Prusiner (28th May 1942):-

Stanley Ben Prusiner is an American neurologist whose discovery (1982) of the prions as a new biological principle of infection won him the 1997 Nobel Prize for Physiology or Medicine. Prions are novel infectious agents differing from all other known pathogenic agents. They are simple proteins that are much smaller than viruses. They are unique since they lack a genome. All other known infectious agents contain genetic material.

સ્ટેનલી પ્રુસિનર (૨૮ મે ૧૯૪૨):- 

સ્ટેનલી બેન પ્રુસિનર એક અમેરિકન ન્યુરોલોજીસ્ટ છે, જેમને નવા જીવવિજ્ઞાનનાં સિધ્ધાંત તરીકે પ્રાઈન્સની શોધ માટે 1997 માં ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રાઈન્સએ નોવેલ ચેપી એજન્ટો છે જે અન્ય તમામ જાણીતા પેથોજેનિક એજન્ટોથી ભિન્ન છે. તે સરળ પ્રોટીન છે જે વાયરસ કરતા ઘણા નાના છે. તેમાં જીનોમનો અભાવ હોવાથી તેઓ અલગ છે. અન્ય તમામ જાણીતા ચેપી એજન્ટોમાં આનુવંશિક મટીરીયલ હોય છે.

29th May 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:58 am      

Sunset:-7:19 pm

Length of the day:-13h 21m

Paul Ehrlich (29th May 1932):-

Paul Ralph Ehrlich was an American biologist and educator who in 1990 shared Sweden's Crafoord Prize (established in 1980 and awarded by the Royal Swedish Academy of Sciences, to support those areas of science not covered by the Nobel Prizes) with biologist E.O. Wilson. He has been a pioneer in alerting the public to the problems of overpopulation and in raising issues of population, resources, and the environment as matters of public policy. Ehrlich is regarded as the co-founder, along with Peter H. Raven, of the field of coevolution, and has pursued long-term studies of the structure, dynamics and genetics of natural butterfly populations.

પોલ એહરલિચ (૨૯ મે ૧૯૩૨):-

પોલ રાલ્ફ એહરલિચ એક અમેરિકન જીવવિજ્ઞાની અને શિક્ષક હતાં જેમણે બાયલોજિસ્ટ ઈ.ઓ. વિલ્સન. સાથે 1990 માં સ્વીડનનાં ક્રાફર્ડ પ્રાઇઝ (1980 માં સ્થાપના કરેલા અને રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એનાયત કરાયેલ એવોર્ડ જે એવા વિજ્ઞાનનાં વિષય માટે દેવામાં આવતો જેનાં માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવતો ન હતો) શેર કર્યો હતો. તેઓ વધુ પડતી વસ્તીની સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને વસ્તી, સંસાધનો અને પર્યાવરણનાં પ્રશ્નોને જાહેર નીતિનાં મુદ્દા તરીકે વ્યક્ત કરવામાં અગ્રેસર રહ્યા હતાં. એહરલિચને સહજીવનનાં ક્ષેત્રનાં પીટર એચ. રેવેન સાથેનાં સહ-સ્થાપક તરીકે માનવામાં આવે છે, અને તેમણે કુદરતી બટરફ્લાયની (પતંગિયાની) રચના, ગતિશીલતા અને આનુવંશિકતાનાં લાંબા અભ્યાસ ઉપર કાર્ય કર્યું હતું.

30th May 2020

Today’s temperature:-30℃
Sunrise:-5:58 am
Sunset:-7:20 pm
Length of the day:-13h 21m
Julius Axelrod (30th May 1912):-
He was an American biochemist. He won a share of the Nobel Prize in Physiology or Medicine in 1970 along with Bernard Katz and Ulf von Euler.The Nobel Committee honored him for his work on the release and reuptake of catecholamine neurotransmitters, a class of chemicals in the brain that include epinephrine, norepinephrine, and, as was later discovered, dopamine. Neurotransmitters are a type of chemical messenger which transmits signals across chemical synapses from one nerve cell to another 'target' nerve cell. Axelrod also made major contributions to the understanding of the pineal gland and how it is regulated during the sleep-wake cycle.
જુલિયસ એક્સેલરોડ (૩૦ મે ૧૯૧૨):-
તે એક અમેરિકન બાયોકેમિસ્ટ હતો. 1970 માં બર્નાર્ડ કાર્ટઝ અને ઉલ્ફ વોન ઑઉલર સાથે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેનો નોબેલ પુરસ્કાર શેર કર્યો. નોબેલ કમિટીએ મગજમાં કેટેકોલેમાઈન ન્યુરોટ્રાન્સમિટરનાં પ્રકાશન અને તેના ઉપર કાર્ય માટે તેમનું સન્માન કર્યુ હતું, તે મગજમાં આવેલા વિશિષ્ટ રસાયણ છે જેમાં એપિનેફ્રિન, નોરેપીનેફ્રિન અને પાછળથી શોધાયેલા ડોપામાઈનનો પણ તેમાં સમાવેશ થાય છે. ન્યુરોટ્રાન્સમીટર એ એક પ્રકારનું રાસાયણિક મેસેંજર છે જે એક ચેતા કોષથી બીજા 'લક્ષ્ય' ચેતાકોષમાં રાસાયણિક સંકેતોને પ્રસારિત કરે છે. એક્સેલરોડે પિનાઈલ ગ્રંથિ અને તે જાગવાનાં અને સુવાનાં ચક્રનું કેવી રીતે નિયમન કરે છે તે સમજાવવામાં મોટો ફાળો આપ્યો હતો.

31st May 2020

Today’s temperature:-33℃
Sunrise:-5:58 am
Sunset:-7:20 pm
Length of the day:-13h 22m
Rookes Evelyn Bell Crompton (31st May 1845):-
British engineer and inventor who, as a young man, made a steam road engine (1860) and worked on other steam road haulage projects. When his interests turned to electric lighting, importing then manufacturing arc lamps of his own improved design, he began a career pioneering in the electrical industry, establishing the Crompton Company. By 1883, he had provided public lighting for large buildings, markets and railway stations. His company expanded, making domestic electric appliances (such as for heating and cooking). He was the first important British manufacturer of generators. His Kensington Court power station in London was one of the first in the city.
રુક્સેસ એવલિન બેલ ક્રોમ્પ્ટન (૩૧ મે ૧૮૪૫):-
બ્રિટિશ એન્જિનિયર અને શોધક, જેમણે એક યુવાન તરીકે વરાળ માર્ગ એન્જિન બનાવ્યો (1860) અને વરાળ માર્ગનાં અન્ય પ્રેરક પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું હતું. જ્યારે તેની ઈલેક્ટ્રિક લાઇટિંગ તરફ રૂચી વધતાં તેઓ તે ક્ષેત્ર તરફ વળ્યા, ત્યારે તેમણે પોતાની સુધારેલી રચનાનાં આર્ક લેમ્પ્સનું ઉત્પાદન કર્યું,અને તેમણે ક્રોમ્પ્ટન કંપનીની સ્થાપના કરીને વિદ્યુત ઉદ્યોગમાં પહેલ કરી હતી. 1883માં, તેમણે મોટા મકાનો, બજારો અને રેલ્વે સ્ટેશનો જેવાં જાહેર સ્થળોએ પ્રકાશ પ્રદાન કર્યો હતો. તેમની કંપની વિસ્તૃત થતાં, ઘરેલું ઇલેક્ટ્રિક ઉપકરણો (જેમ કે ગરમી અને રાંધવા માટે) તેમણે બનાવ્યાં. તે જનરેટર્સ બનાવનાર પ્રથમ મહત્વપૂર્ણ બ્રિટીશ ઉત્પાદક હતાં. લંડનમાં તેમણે બનાવેલું કેન્સિંગ્ટન કોર્ટનું પાવર સ્ટેશન એ શહેરમાંનું પ્રથમ પાવર સ્ટેશન હતું.

Looks good? So, dont forget to share this wonderful data and with your friends! leave your feedback about the page below
Share This Page

This Post Has 2 Comments

  1. Anonymous

    It s good Idea very good information

  2. Anonymous

    Very good

Comments are closed.