કાર્યક્રમ વિગત :-

  • વિષય :- બાળવિજ્ઞાન સાહિત્યમાં મૌલિકતા
  • સમય :- સવારે ૧૦ થી સાંજે ૫
  • સ્થળ :- વિજ્ઞાનનગરી ઓડીટોરીયમ, આંબાવાડી, ભાવનગર
  • ઉદ્દઘાટક :-  શ્રી એન. જી. વ્યાસ (જીલ્લા શિક્ષણાધિકારી)
  • વક્તાઓ :-
    • શ્રી યશવંત મહેતા
    • શ્રી લલિત ખંભાયતા
    • ડૉ.ડી.સી.ભટ્ટ
    • ડૉ.અરુણભાઈ દવે 
  • લાભાર્થીઓ :-
    • જીલ્લા પંચાયત, તથા ન.પ્રા.શિ.સ., ભાવનગરના ગણિત-વિજ્ઞાન શિક્ષકો, સાહિત્યના વિદ્યાર્થીઓ, નવોદિત લેખકો તથા ઉત્સાહિત નાગરિકો.

વિસ્તૃત અહેવાલ :-

સવારે ૧૦.૦૦ થી ૧.૩૦ સુધી રજીસ્ટ્રેશન કાર્ય કરવામાં આવેલ. જેમાં જીલ્લા પંચાયતની પ્રાથમિક, માધ્યમિક શાળા તથા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની તથા સેકન્ડરી સ્કુલની શાળાઓનાં વિજ્ઞાન-ગણિત શિક્ષકો મળીને ૬૫ વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થયેલ. આમંત્રિત મહેમાનો, વ્યાખ્યાતાઓ ઉદ્ઘઘાટકો થઈ કુલ ૭૦ સભ્યો હાજર રહ્યા હતા.

જેમાં આવેલ દરેક વ્યક્તિને રજીસ્ટ્રેશન સાથે એક કીટ આપવામાં આવેલ. જેમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં સાયન્સ એક્સપ્રેસ મેગેઝીન, ગમ્મત સાથે વિજ્ઞાન, જીવવિજ્ઞાનના પયગંબરો જેવી વિજ્ઞાનને લગતી પુસ્તિકાઓ, ટમક્તા તારલાઓ, અરવિંદ ગુપ્તા કૃત વિજ્ઞાન પ્રયોગ/મોડલની સીડી, લેટરપેડ, પેન, કાર્યક્રમની રૂપરેખા વગેરેનો સમાવેશ કરવામાં આવેલ.

      આવેલ દરેક મહેમાનો માટે ચા-કોફી તથા બટેટા-પૌઆના હળવા નાસ્તાની વ્યવસ્થા રાખેલ.

સવારે ૧૦.૧૫ થી ૧૦.૩૦ દરમ્યાન આવેલ મહેમાનોનો પરિચય તેમજ પુસ્તકથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ભાવનગર જીલ્લાના DEO શ્રી એન.જી.વ્યાસ સાહેબ, શ્રી યશવંત મહેતા, ડો.ડી.સી.ભટ્ટ, શ્રી લલિત ખંભાયતા, ડો.રક્ષાબેન દવે, વિજ્ઞાનનગરીના ટ્રસ્ટી શ્રીમતિ ચેતના કોઠારી અને અને શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ. DEO સાહેબશ્રી એન.જી. વ્યાસ સાહેબે પ્રસંગોચિત ઉદ્દબોધન કરી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. બાળકોને વિજ્ઞાનમય બનાવી અવલોકન શક્તિ વિકસે અને પ્રવૃત્તિ સાથેના શિક્ષણ પર ભાર મુક્યો. વિજ્ઞાન દ્વારા બાળકો અને દેશની સેવા થવી જોઈએ. જે વિજ્ઞાનને જાણે છે, સમજે છે અને તેના વિચારને આગળ લઇ જાય તે વૈજ્ઞાનિક અને સારું વિજ્ઞાન સાહિત્ય મૌલિકતાથી લખાય તેવી શુભેચ્છા પાઠવી.

પરિચય:-

  • તેઓ શાળા જીવનથી જ લેખનને રાહે ચડેલા.
  • છ દાયકાના અર્થપૂર્ણ પત્રકારત્વ અને ૫૦૦ જેટલા પુસ્તકોના લેખનના વિપુલ અનુભવી.
  • બાળકો માટે ‘ઝગમગ’ નું સંપાદન લગભગ દોઢ દાયકા સુધી સાંભળતા રહ્યા.
  • માસિક ‘બાલ આનંદ’ ના ઓગસ્ટ ૧૯૯૯ થી ૨૦૧૮ સુધી સંપાદક હતા.
  • ગુજરાતી લેખક મંડળના ૨૦૦૩ થી ૨૦૧૪ સુધી અધ્યક્ષ હતા.
  • વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ  સમિતિના ચુંટાયેલા સભ્ય હતા. બાળ સાહિત્ય અકાદમીના સ્થાપક કન્વીનર છે.
  • ૧૯૬૪માં એમની પહેલી પુસ્તિકાને રાજ્ય પુરસ્કાર અવોર્ડ મળ્યા પછી રાજ્યના પાંચ પુરસ્કાર, સાહિત્ય પરિષદના ત્રણ પુરસ્કાર તેમજ વિવિધ સંસ્થાઓના વિશિષ્ટ સેવા અવોર્ડ મળેલ છે.
  • શિક્ષણ અને સાહિત્ય માટેની રાષ્ટ્રીય શિક્ષણ સંસોધન – તાલીમ સંસ્થા (NCERT) ના ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર તેઓ કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે.
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૦ નો રૂ.૫૦,૦૦૦નો બાળ સાહિત્ય પુરસ્કાર પણ તેમને ફાળે આવેલ છે.
  • ગુજરાત સાહિત્ય અકાદમીનો બાળસાહિત્ય માટેનો સૌથી મોટો ગિજુભાઈ બધેકા અવોર્ડ ૨૦૧૮માં એનાયત થયો. ૨૦૧૯માં અખિલ ભારતીય પત્રકાર સંઘે ઉતમ આજીવન પત્રકારત્વ બદલ સન્માન કર્યું.

બાળ સાહિત્યમાં વિજ્ઞાન

સૌ પ્રથમ તો તેમને કહ્યું કે અત્યારે સારામાં સારું વિજ્ઞાનના પાયાનું કામ કરનાર વિજ્ઞાનનગરી છે. શ્રી બળવંતભાઈ પારેખનો તેમને વિજ્ઞાનનગરી માટે ડોનેશન આપવા બદલ આભાર માન્યો. જુલે વર્નની ૧૨૦ થી ૧૩૦ સાહસ કથાઓ લખાઈ છે તેમાં વિજ્ઞાનનો મહિમા બતાવ્યો છે. તેમણે કહ્યું કે આ લોક અને પરલોક બધું જ કલ્પિત છે વાસ્તવ છે આપણો સમાજ, આપણી આસપાસના લોકો. તેમણે દિલ્હીના લોહ સ્તંભની વાત કરી, ચરક અને સુશ્રુત જેવા વૈજ્ઞાનિકોને યાદ કર્યા. તેમણે ચારવાકની વાત કરી. બાળકોને પ્રશ્ન પૂછતા કરવા, શંકા કરતા શીખવો. આજથી ૨૫૦ વર્ષ પહેલા એથેન્સનો એક વૃદ્ધ માણસ આવતા જતા માણસનો કોલર પકડીને પ્રશ્ન પૂછે કે શું આ જુવાની, વૃદ્ધાવસ્થા, મરણ આ બધું જોઇને પ્રશ્નો નથી થતા? તેમણે કહ્યું કે ગુજરાતીમાં જેટલું બાળ સાહિત્ય છે તેટલું બીજી એક પણ ભાષામાં નથી. વિજ્ઞાન સાહિત્યમાં મદદ કરનાર ગિરિશ ગણાત્રા, બંસીધર શુક્લ, નિરંજન પરીખ, નરોતમ થાર, સુશ્રુત પટેલ, રજની વ્યાસ, કિશોર પંડ્યા, બીપીન પટેલ, વસંત મિસ્ત્રી જેવા લેખકોને યાદ કર્યા. તેમણે આત્મસ્લાધા, જનસતાના દૈનિક પત્રના ૨૫૦ લેખમાં વિજ્ઞાન વાર્તાઓ આપી. યશવંત મહેતાની ૧૯૬૪ની સાલમાં પહેલી ૧૬ પાનાની બાળવાર્તા તેમજ વિજ્ઞાનવાર્તા ‘પાલખીના પૈડા’ યાદ કરી તેની વાર્તા કરી અને તેના દ્વારા પૈડાનું વિજ્ઞાન સમજાવ્યું. ત્યારબાદ ‘વનનો પાણી ચોર’ દ્વારા પાણીના બાષ્પીભવન અને જળચક્રની વાત કરી. ‘ઉડતા રાક્ષસ’ દ્વારા સ્પ્રિંગવાળા બુટની વાત કરી. તેમણે કહ્યું કે પોતાના વાંચનમાં વિજ્ઞાનનો મહિમા કરશો તો જીવન સાર્થક થશે અને તો જ વિજ્ઞાનનો દીપ બાળકમાં પ્રગટાવી શકશો. ગૌતમ બુદ્ધ તેમના મત પ્રમાણે દુનિયાના સૌ પ્રથમ વિજ્ઞાની અને વિજ્ઞાનના વિચારક હતા.

 


પરિચય:-

  • સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં બેચલર ડીગ્રી.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડીગ્રી.
  • દિવ્યભાસ્કર, સંદેશ તેમજ ગુજરાત સમાચાર ન્યુઝપેપરમાં કાર્ય, હાલ ગુજરાત સમાચારમાં કાર્યરત.
  • ૨૦૧૩માં ‘લાડલી મીડિયા અવોર્ડ’, ૨૦૧૯માં ગુજરાત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા “બેસ્ટ કોલમ્નીસ્ટ અવોર્ડ”.
  • બ્રેવ હાર્ટસ, ૦૦૭ જેમ્સ બોન્ડ, રખડે એ રાજા, એ નગરનું ખાંડવ પ્રસ્થ જેવા પુસ્તકો લખેલ છે. જેમાં સાહસ કથા, ફિલ્મી સિરીઝથી જેમ્સ બોન્ડની વાર્તા, પ્રવાસ વર્ણન અને કિશોર સાહસ કથાનો સમાવેશ થાય છે.
  • ગુજરાત સમાચારની ચેનલ જીએસટીવીમાં વિવિધ ડિબેટમાં ભાગ લેતા રહે છે.
  • આઝાદી પહેલા દેશનું સોરઠમાં આવેલું વીજાના નેસ ગામ હતું એ ગામ શોધવાથી માંડીને અમેરિકા, આફ્રિકા, જાપાન સહિતના પ્રવાસો કરી વિવિધ લેખો અને પુસ્તકના રચયિતા.

ફ્યુચર ટેકનોલોજી અને વિજ્ઞાન સાહિત્યમાં મૌલિકતા

વિજ્ઞાન સમજવા માટે સૌથી મોટી સમસ્યા વિજ્ઞાનની અઘરી ભાષા અને વિશિષ્ટ પ્રકારની ટર્મીનોલોજી છે. વિજ્ઞાનના અમુક શબ્દો એવા છે કે તેનું ગુજરાતી નથી થતું તો તેને કેમ સમજાવવા તેના માટે તેમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવી મૌલિકતા લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે વૈજ્ઞાનિક કાંતિલાલ પંડ્યાની વૈજ્ઞાનિક એડીસન સાથેના એક પ્રસંગની વાત કરી. કાંતિલાલ પંડ્યાએ વાતવાતમાં તેમને સવાલ પૂછ્યોકે અત્યારેતો વિજ્ઞાન ઘણું આગળ નીકળી ગયું છે તો તમે કાનનું ઓપરેશન કેમ નથી કરાવતા? ત્યારે એડીસને જવાબ આપ્યો કે હું બહેરો છું તેથી જ આ બધી શોધો હું કરી શક્યો  છું. હું નથી સાંભળી શકતો તેનાથી મને કોઈ ફરક પડતો નથી. IBM ની જાહેરાતમાં ત્રણ ભારતીય વૈજ્ઞાનિકના નામ હતા. બ્રહ્મ ગુપ્તા, વરાહ મિહિર અને આર્યભટ્ટ જેમણે ગણિતના સિદ્ધાંતો શોધ્યા. જેમાંથી તેના પર આ કોમ્પ્યુટર સાયન્સ કામ કરે છે. આમ તેને સદીઓ જુના ભારતીય વૈજ્ઞાનિકોને યાદ કર્યા. ગુજરાતી ભાષામાં સૌથી વધુ પુસ્તકો લખનાર બીજા ક્રમના યશવંત મહેતાને યાદ કર્યા. પહેલા નંબરે હરીશ નાયક છે. વિજ્ઞાન લેખનને સરળતાથી કેમ બનાવવું? અથવા જે લોકો વિજ્ઞાન ભણ્યા નથી પણ તેમને રસ છે તો તેમને કેવી રીતે સમજાવવું? વિજ્ઞાનને સમજવા અથવા સમજાવવા માટે દ્રષ્ટિકોણ બદલવો, દ્રષ્ટિકોણ ન બદલો તો શું થાય ? કોઈ પણ વસ્તુને સરળતાથી સમજવા માટે તેને ઈમેજ સ્વરૂપે અથવા આકૃતિ દ્વારા અને ચિત્ર સ્વરૂપે આપીને સાબિતી આપી સમજાવી તેનું અર્થઘટન કરવું જોઈએ. નકશાના ઉપયોગ દ્વારા ભૌગોલિક સમજણ આપી શકાય. તમારે જે વાત સમજાવી છે તેની ઐતિહાસિક વિગતવાર માહિતી આપી સમજાવવું જોઈએ. તેમણે મુંબઈ – પુના વિશે વિશ્વની પ્રથમ હાઇપર લુપ વિશેની વાત કરી પવન પુત્ર સાથે સરખામણી કરી કીધું કે અજાણ્યા વિષયને જાણીતું ઉદાહરણ આપીને સમજાવી શકાય.

અરુણાચલના જંગલમાંથી કલર બદલાવતા કદાવર દેડકા વિશેની વાત કરી. ગંભીરસિહ ગોહિલને પક્ષીપ્રેમ વિક્સવવા માટે યાદ કર્યા. છેલ્લે તેમને જણાવ્યું કે તમારી સમજણ વિજ્ઞાનમાં અથવા કોઈ પણ વિષય અથવા  કોઈપણ ભાષામાં હશે તો જ મૌલિકતાથી તેનું લેખન કાર્ય થઇ શકશે.


પરિચય:-

  • એમ.એસસી., પી.એચડી., વી.પી.મહાવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર-મદદનીશ વ્યાખ્યાતા.
  • સામુહિકરસાયણ શાસ્ત્ર વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર,
     હેડ ઓફ ડિપાર્ટમેન્ટ/રીડર : ૧૯૯૮ થી ર૦૦૭
  • ૩૦૦થીવધુ લેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં પ્રકાશિત કરેલ.
  • કોલેજનાજીવશાસ્ત્રના પુસ્તકોમાં લેખક તરીકે કાર્યરત.
  • ૩પજેટલા પી.એચડી. સ્ટુડન્ટસના માર્ગદર્શક બન્યા.

બાળ વિકાસમાં મૌલિકતાનું પ્રદાન

શિક્ષક ક્યારેય વિદ્યાર્થી મટતો નથી. તે આજીવન શીખતો જ રહે છે. ભાવનગરની જનતાને તેમના રાજાનું અભિમાન છે. તેમણે પ્રેમશંકર દાદાને યાદ કર્યા. તેમને કહયું કે તમારા શબ્દો થકી રજૂઆત કરવી હોય તો તેને માટે શબ્દભંડોળ જરૂરી છે. જે નિયમિત વાંચનથી વધે છે. પુસ્તક પ્રત્યે આજીવન પ્રેમ કરવો પડે. તેમને કહ્યુકે “વનસ્પતિ મારી માં અને કુદરતનો નિયંતા મારો બાપ છે.” સ્વચ્છતાની સાથે સ્વસ્થતા અને શુધ્ધતા રાખો. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન મેળવવા માટે સતત પ્રયત્નશીલ તેમજ પ્રવૃત્તિશીલ રહેવું જરૂરી છે. લોકોને ઉપયોગી વાત મૌલિકતાથી લખશો તો તે લોકભોગ્ય બની રહેશે. જેટલું તમારું વાંચન વધુ તેમ તમારો શબ્દ ભંડોળ વધુ અને વધુ શબ્દભંડોળના માધ્યમથી મૌલિકતા કેળવી શકાય. આ માટે સ્થાનિક ઉદાહરણો દ્વારા સમજ આપી. તેમણે લીમડાને કલ્પવૃક્ષ ગણાવ્યું. વડલાનું પૂજન શા માટે કરવામાં આવે છે? તેના વિશેની વાતો થઇ. લેખન અને વાંચનકાર્ય રસપૂર્વક કરવું, ધ્યાનથી, યોગથી, એકાગ્રતા વધે છે. લેખન, વાંચન બાદ તેના પ્રશ્નો તૈયાર કરવા.

પરિચય:-

  • એમ.એસસી., પી.એચ.ડી. ગુજરાતવિદ્યાપીઠનાઉપકુલપતિ તરીકે કાર્યરત હતા.
  • લોકભારતીગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં નિયામક તરીકે કાર્યરત છે.
  • વિજ્ઞાનક્ષેત્રેઘણા કાર્યક્રમ આપેલ છે અને ઘણી બધી સંસ્થાઓના એડવાઈઝર અને ટ્રસ્ટી રહી ચૂકેલા છે.

બાળભોગ્ય વિજ્ઞાન સાહિત્ય

મૌલિક વસ્તુને ટકાવવી ખુબ અઘરી છે જયારે વિજ્ઞાન શબ્દને આપણે વિષય તરીકે જોઈએ છીએ. તેમણે ફિનલેન્ડની શિક્ષણ પધ્ધતિને યાદ કરી. મોજ અને પ્રસન્ન્તા મેળવવા માટેનો એક માત્ર ઉપાય શિક્ષણ છે. સાચો શિક્ષક ભણાવીને આનંદિત થાય છે. શિક્ષકમાં શિક્ષકત્વ હોવું જરૂરી છે. જીવનમાં મૌલિકતાના પ્રશ્નો ક્યાં? વરસાદ છાંટા સ્વરૂપે કેમ પડે છે, ધોધ સ્વરૂપે કેમ નહિ? ફૂલેલી પુરીમાં હવા ક્યાંથી આવી? કેરી કાચી હોય ત્યારે લીલી અને પાકી હોય ત્યારે પીળી કેમ? અધૂરા જ્ઞાને સાહિત્ય નિર્માણ ન જ થાય તો મૌલિકતા ક્યાંથી આવે? આપણી આસપાસ જે ઘટના બંને છે તેનું કઈ કારણ છે તે તપાસીને જુએ તેમાં ક્યાં વિજ્ઞાન છે. તેને સુત્ર તરીકે બાંધો તો તે નિયમ છે અને તેનો ઉપયોગ કરો તો તે ટેકનોલોજી છે સાહિત્ય રચવા માટે ચોકકસ સાધ્ય હોવું જોઈએ. અને કોના માટે શું કામ લખવું છે તે કારણ હોવું જોઈએ અને સારી અવલોકન શક્તિ હોવી જોઈએ. શિક્ષણમાં સ્પર્ધા જ ન હોય. શિક્ષણમાં પાયાનો સિદ્ધાંત એ છે કે તેના પરિચિત જગતથી જ તેને ભણાવે. વિદ્યાર્થીનું માપન રચનાત્મક અને સર્જનાત્મક સ્તરે કેટલા છે તે રીતે નક્કી કરી શકાય. દરેકે પોતાના સ્થાનિક પ્રશ્નોને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવું જોઈએ. જીવાતા જીવન સાથે જો વિજ્ઞાન હોય તો જ તેને ભણવાની અને ભણાવવાની તેમજ લેખનકાર્યમાં મૌલિકતા આવશે. બાળકોને જે તે વિષય જીવનમાં ક્યાં ઉપયોગી છે તે કહેવાથી, સમજાવવાથી મૌલિકતા આવશે.

 

શિક્ષકોનો મૌખિક અભિપ્રાય

વિજ્ઞાન વિષયને ખાલી પુસ્તકીય જ્ઞાન જ નહિ પરંતુ તેને વ્યવહાર જીવનમાં કેવી રીતે ઉપયોગ શિક્ષક થકી વિદ્યાર્થી કરી શકે તે સારી રીતે સમજાવી. વિજ્ઞાન સાહિત્યમાં મૌલિકતાની ફરજ પૂરી પાડી છે. યશવંત મહેતા અને DEO સાહેબના વિચારોને શિક્ષણ જગતમાં ઉતારવાના પ્રયત્નો વિજ્ઞાનનગરી થકી થઈ શકે છે. આજનો આ કાર્યક્રમ ખુબ જ સારો રહ્યો અને ભવિષ્યમાં આપણી આ વિજ્ઞાનનગરી ગુજરાતમાં એક મહત્વની વિજ્ઞાનનગરી બની રહે તેવી શુભેચ્છા.

આભારવિધિ

વિજ્ઞાનનગરીના મેનેજરશ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ આભારવિધિ દરમ્યાન સૌ પ્રથમ તો ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રી અને કુલપતીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. જેના દ્વારા આ કાર્યશાળા કરવાનો વિજ્ઞાનનગરીને મોકો મળ્યો. ભાવનગરના જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી એન.જી.વ્યાસ સાહેબ સમય આપી અને શિક્ષકોને કાર્યશાળા માટે પ્રોત્સાહિત કર્યા અને પ્રાથમિક  શિક્ષણાધિકારી શ્રી કંસાગરા સાહેબ કાર્યશાળા માટે ખાસ સમય ફાળવી વિજ્ઞાનનગરીની મુલાકાત લીધી તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આવી કાર્યશાળાઓ દ્વારા વિજ્ઞાન સાહિત્યમાં લેખન કાર્ય મૌલિકતાથી કરી શકાય જેનો લાભ બાળકોને થાય અને વિજ્ઞાનમાં રસ જાગૃત થાય અને વૈજ્ઞાનિક વલણ અપનાવી વૈજ્ઞાનિકોની કાર્યશૈલી વિકસાવી શકાય. તેમણે નગરપાલિકા શિક્ષણ સમિતિ, ઉપસ્થિત શિક્ષકગણ, મહેમાનો, વિજ્ઞાનનગરીના ટ્રસ્ટીગણ અને સર્વે સ્ટાફ મિત્રોનો આભાર માન્યો. કાર્યશાળાનું સંચાલન શ્રી પ્રજ્ઞાબેન દ્વારા કરવામાં આવેલ. શિક્ષકોને કાર્યશાળાનું પ્રમાણપત્ર એનાયત કરી ચા-નાસ્તો કરી વિદાય થયા.

This Post Has 3 Comments

  1. Suryakant Chavda

    Very good effort

  2. Anonymous

    Its good enjoyable workshop with learning experience of various famous speakers of Gujarat. congratulation to science city team and Gujarat sahitya academy.
    .

  3. Anonymous

    Good work

Comments are closed.